Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં રક્તદાન કેમ્પ સાથે વૃદ્ધો અને વિક્લાંગો માટે નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ

આગામી તા. ૧૬ મે ના ફૂલેલિયા હનુમાન મંદિરે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૫: ખભાળિયામાં ચાર રસ્તા પાસે આવેલા ફૂલેલિયા હનુમાનની જગ્યાના મહંત શ્રી ભાસ્કરાનંદ બાપુ દ્વારા આગામી તા. ૧૬-પ-ર૦ર૬ ના રક્તદાન કેમ્પના આયોજન સાથે તે દિવસે જાણીતા સંત શ્રી મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં ખંભાળિયા શહેરમાં રહેતા વૃદ્ધો અને વિક્લાંગો માટે વિનામૂલ્યે ટિફિન વ્યવસ્થા ઘેર બેઠા મળે તેનો પ્રારંભ થશે.

તા. ૧૬-પ-ર૦ર૬ ના ફૂલેલિયા હનુમાન મંદિરે રક્તદાન કેમ્પ તથા માઁ ગાયત્રીનો યજ્ઞ પણ યોજવામાં આવ્યો છે. સવારે નવ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે તથા ૧ર વાગ્યે પૂર્ણાહુતિ થશે અને તે પછી મહાપ્રસાદ રાખેલ છે, જેનો લાભ લોકોને લેવા ભાસ્કરાનંદ બાપુએ જણાવ્યું છે.

ખંભાળિયા શહેર સમગ્ર વિસ્તારમાં વૃદ્ધો માટે તેમના ઘેર બેઠા બન્ને સમય વિનામૂલ્યે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા પણ તા. ૧૬-પ-ર૦ર૬ થી શરૂ કરવામાં આવશે.

ટિફિન સેવા ઘેર બેઠા મેળવવા માટે ૬પ વર્ષ કે તેથી ઉપરની વયના હોવા જોઈએ તથા વિક્લાંગોને કોઈ ઉંમર મર્યાદા વગર ટિફિન સેવા બન્ને સમય પહોંચાડવામાં આવશે. જેના માટે લાભ મેળવવા ઈચ્છનારે મોબાઈલ નંબર ૭૦૪૧૮ ૮૮૮૭૮ અથવા ૮૯૮૦૬ ૭૧૭૭૧ નો સંપર્ક કરવાનો રહેશે. રક્તદાન તથા યજ્ઞ ફૂલેલિયા હનુમાનની જગ્યા ચાર રસ્તા પાસે, સરકારી હોસ્પિટલની સામે રાખવામાં આવેલ છે, જેનો લાભ લેવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh