Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાના નબળા કામોમાં થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની કામગીરી શંકાસ્પદ!

નગરપાલિકા, કોન્ટ્રાક્ટર અને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સી વચ્ચે ભાગબટાઈ!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયા નગરપાલિકા તેના નબળા કામો માટે સમગ્ર સોરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. અહીં ત્રણ વર્ષની ગેરેંટીના કામો ૩-૪ મહિનામાં બગડી જતાના દાખલા સામાન્ય છે, ત્યારે પાલિકા દ્વારા અપાતી થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની લાખોની કામગીરી શંકાસ્પદ બનવા સાથે તેમાં પણ ભાગબટાઈ ચાલે છે કે શું? તેવો સવાલ ઊઠ્યો છે. તાજેતરમાં નગર ગેઈટથી ચાર રસ્તાનો નવો રોડ ત્રણ માસમાં તીરાડો તથા ખાડાવાળો બની ગયો. આ પહેલા રેલવે સ્ટેશન રોડ પર પણ ખાડા પડ્યા હતાં, તો જડેશ્વર રોડ, ચાર રસ્તા રોડ, બેઠક રોડ, બજાણા રોડ, ભગવતી હોલ પાસે પણ રસ્તાના કામોમાં ખાડ પડ્યા હતાં તથા ક્યાંક ફરિયાદો થતા રીપેરીંગ પણ પાર્ટીએ પોતાને ખર્ચે કરવો પડ્યો હતો. ત્યારે પ્રશ્ન થાય કે જ્યારે પાલિકાનું રોડ-રસ્તાનું કામ ચાલતું હોય, ત્યારે પાલિકા ઈજનેરો તો ચેકીંગ કરતા હોય, પરંતુ આ સાથે ખાસ એજન્સીને થર્ડ પાર્ટી ચેકીંગમાં વર્ષે લાખોના ખર્ચે રાખવામાં આવે છે, તો આવા નબળા કામો હોય તો તેની શું ભૂમિકા? લાખોની ફી ચેકીંગની નબળા કામો માટે થાય છે? જ્યાં કામો નબળા હોવાથી કોન્ટ્રાક્ટરે ફરી કર્યા ત્યાં આ એજન્સીઓ સામે શું પગલાં? નિયમ મુજબ રેતી-સિમેન્ટ-લોખંડનું પ્રમાણ, પાણી પીવડાવવું જેવા કાર્યો ન થતા નીચા ભાવના ટેન્ડરો ભરી કામ મેળવતા નબળા કામો ન થાય તો વળતર ન મળે તેવું છે, ત્યારે તપાસ એજન્સીની કામગીરી શંકાના ઘેરામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh