Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં ભાજપ અને રાવલમાં કોંગ્રેસને બહુમતી
ખંભાળિયા તા. ૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં જામરાવલ તથા ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાયેલ, જેમાં જામરાવલમાં ર૪ માંથી ર૧ માં કોંગ્રેસ પ્રથમ વખત લાંબા સમયે આવેલ તથા ખંભાળિયામાં ભાજપ ૩૬ માંથી ૩૦ બેઠકોની તોતિંગ બહુમતી સાથે આવેલ તે બન્ને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તા. ૧૯-પ-ર૦ર૬ ના મંગળવારે પાલિકા સભાગૃહમાં બપોરે ૧ર વાગ્યે યોજવામાં આવશે.
ખંભાળિયા ન.પા.માં ચૂંટણી પ્રાંત અધિકારી કે.કે. કરમટા કરશે તથા જામરાવલમાં ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી દ્વારકા શ્રી અમોલ અવાટે દ્વારા કરવામાં આવશે.
ખંભાળિયા પાલિકામાં ગત્ ટર્મમાં પ્રમુખ લોહાણા હતાં. કારોબારી બ્રાહ્મણ તથા ઉપપ્રમુખ ગઢવી હતાં, જ્યારે આ વખતે પાર્લામેન્ટની બોર્ડ આજકાલમાં મળશે. ગાંધીનગર તેમાં નક્કી થશે. પ્રમુખ પદુ બક્ષી અનામત છે, જેથી સતવારા જ્ઞાતિ, આહિર જ્ઞાતિ, ગઢવી, રાજગોર, બ્રાહ્મણ, પ્રજાપતિ વિગેર જ્ઞાતિઓમાંથી પસંદગી થશે. ઉપપ્રમુખ, કારોબારી, દંડક તથા શાસક નેતામાં પણ અન્ય જ્ઞાતિઓનો સમાવેશ થશે. સતવારા જ્ઞાતિ પ્રમુખ પદે આવે સંભાવના છે.
જામરાવલમાં લાંબા સમય પછી કોંગ્રેસનું શાસન હોય, અહીં પણ ઉપરથી નામ ફાયનલ થઈને આવે તે પછી જાહેરાત થશે. કોળી જ્ઞાતિની અહીં બહુમતી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial