Advertisement
Author: નોબત સમાચાર

બેડીયાવાડીમાં એક મહિનાથી બંધ ડંકી બે દિવસમાં ચાલુ થઈ ! લતાવાસીઓને રાહત

ખંભાળીયા તાલુકાના ધરમપુરમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૫: ખંભાળીયા નજીકના ધરમપુરના બેડીયાપાડી, ખવાસવાડી વિસ્તારમાં એક ડંકીમાં માત્ર બે ટુકડા પાઈપના ઘટતા હોય, એક મહિનાથી આ બંધ ડંકીને કારણે નજીકના ૧૦૦ ઉપરાંતના ઘરના ગ્રામજનો ભારે પરેશાન હતા. રૂબરૂ કંપલેઈન કરવા છતાં કંઈ ના થતાં ઓનલાઈન કંપલેઈનનો ફજિયાત હઠાગ્રહ રખાતા તથા ભારે પરેશાની થતી હોય, આ વિસ્તારના જાગૃત ગ્રામજન દેવજી ગોવિંદ ખાણધરે ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યને જણાવતા તેમણે પાણી પૂરવઠા મંત્રીના પી.એ.થી માંડીને સ્થાનિક પા.પુ. કચેરીના અધિકારીઓ સુધી તંત્રને દોડાવતા યુદ્ધના ધોરણે ડંકી રિપેરીંગ કરી ચાલુ કરતા મહિના પછી ડંકી શરૂ થતાં બેડીયાવાડીના ૧૦૦ જેટલા પરિવારોમાં આનંદની સાથે રાહતની લાગણી ફેલાઈ હતી.

ગ્રામ્ય પંથકમાં લોકો ઓનલાઈન ફરિયાદની પ્રક્રિયાના વધુ જાણકાર ના હોય, રૂબરૂ ફરિયાદને પણ ગણીને કાર્યવાહી કરવા તથા હાલ ઉનાળામાં ધરમપુર સહિત અનેક જગ્યાએ જ્યાં હજુ પાણીના કનેકશનો પણ મળ્યા નથી ત્યાં આવી ડંકીઓ જ પીવાનું તથા વાપરવાનું એકમાત્ર સ્ત્રોત છે ત્યારે આવી ડંકીઓને નિયમિત રીતે રિપેરીંગ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh