Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂદ્વારા પાસે ઈમારતના પાર્કિંગમાં નાસ્તાની રેંકડીમાંથી મળી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૩૦૦ બોટલઃ રેંકડીચાલકની શોધ

જામજોધપુરમાં થેલીમાં દારૂની બોટલો લઈને જતો શખ્સ ઝડપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસે આવેલા સેન્ટર પોઈન્ટના પાર્કિંગમાં નાસ્તાની એક રેંકડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી ત્રાટકેલી પોલીસે તે રેંકડીમાં રાખવામાં આવેલી ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલ તથા ૨૪૦ ચપલા કબજે કર્યા છે. આ રેંકડીના ધારકની શોધ કરાઈ રહી છે. જામજોધપુરમાં થેલીમાં ઈંગ્લીશ દારૂની બોટલ લઈને જઈ રહેલા એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે તેની પાસેથી છ સીલપેક બોટલ અને બે સીલ તૂટેલી ખાલી બોટલ કબજે કરાઈ છે. માધવ બાગ પાસે બોલેરોમાંથી એક બોટલ સાથે બે શખ્સ મળી આવ્યા છે.

જામનગરના ગુરૂદ્વારા ચોકડી વિસ્તારમાં સેન્ટર પોઈન્ટ બિલ્ડીંગના પાર્કિંગમાં એક શખ્સે વેચાણ માટે દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના સાજીદ બેલીમ, ધર્મેન્દ્રસિંહને મળતા પીઆઈ એન.એમ. ગઢવીને વાકેફ કરાયા પછી પીએસઆઈ ડી.જી. રાજ તથા એએસઆઈ મુકેશસિંહ, રાજેશ વેગડ, ક્રિપાલસિંહ, સંજય પરમાર, દશરથસિંહ, જયપાલસિંહ સહિતના સ્ટાફે સેન્ટર પોઈન્ટના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં રાખવામાં આવેલી શક્તિ નાસ્તા હાઉસ લખેલી રેંકડીની તલાશી લેવાતા તેમાં રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૬૦ બોટલ તથા ૨૪૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧ લાખ પ૬ હજારની કિંમતના દારૂના જથ્થાનો કબજો લીધો છે અને આ જથ્થો રેંકડીમાં રાખનાર નવાગામ ઘેડવાળા વિક્રાંત ગાગડીયા ઉર્ફે વિક્કીની શોધ હાથ ધરી છે.

જામનગરના માધવ બાગ પાસેથી ગઈરાત્રે પસાર થઈ રહેલી જીજે-૧૦-ટીએક્સ ૩૧૬૪ નંબરની બોલેરોને પેટ્રોલિંગમાં રહેલા સિટી સી ડિવિઝનના પોલીસ સ્ટાફે રોકાવી તલાશી લેતા મોટરમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. રૂ।.પ૦૦ની કિંમતની બોટલ તથા રૂ।.દોઢ લાખની કિંમતની બોલેરો કબજે કરી પોલીસે ગોકુલનગરની સાયોના શેરીમાં રહેતા ધ્રુવ અશોકભાઈ મોલીયા, પ્રવીણ લાલારામ પાલ નામના બે શખ્સની ધરપકડ કરી છે.

જામજોધપુર શહેરમાં ફરસાણની એક દુકાનવાળી ગલીમાંથી ગઈકાલે બપોરે પસાર થતાં જામજોધપુરના બોચવડીનેસવાળા બાલુભાઈ કરશનભાઈ શામળા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લીધી હતી. આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની છ સીલપેક બોટલ તથા બે તૂટેલી અને ખાલી બે બોટલ મળી આવી હતી. પોલીસે આ બોટલ જેમાં રાખવામાં આવી હતી તે કાપડની થેલી પણ કબજે કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh