Advertisement
Author: નોબત સમાચાર

બરડા ડુંગરની ૧૦૦ કિ.મી.ની સાયકલો દ્વારા પરિક્રમા યોજાશેઃ તડામાર તૈયારી શરૂ

પોરબંદર સાયકલીંગ કલબ દ્વારા ૩૦ મે ના

                                                                                                                                                                                                      

પોરબંદર તા. ૧૫: પોરબંદર સાયકલીંગ કલબ દ્વારા તા. ૩૦ મે ના ૧૦૦ કિ.મી. બરડા પરિક્રમાનું આયોજન કરાયું છે, જેમાં અનેક સાયકલીસ્ટો ભાગ લેશે.

પોરબંદર સાયકલીંગ કલબ દ્વારા આયોજિત અને શ્રીરામ સાઈ સ્વીમીંગ કલબ દ્વારા પ્રાયોજિત બરડા સાયકલીંગ પરિક્રમા-૨૦૨૬નું આયોજન આગામી તા. ૩૦-૫-૨૬ના દિવસે કરાયું છે. તા. ૩૦ના સાંજે ૫:૩૦ વાગ્યેથી પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડથી સમૂહમાં ઉપડશે તે પોરબંદરથી ઉપડી રાણાવાવ, બિલેશ્વર, હનુમાનગઢ, કપૂરીનેશ, ભાણવડ, ઢેબર, નાગડા, બખાલા થઈ અને ૧૦૦ કિ.મી. અંતર કાપીને પોરબંદર પહોંચશે.

આ પરિક્રમા ૧૦૦ કિ.મી.ની યોજાશે જેમાં ભાગ લેનાર સાઈકલીસ્ટોને નકકી કરેલા સ્થળો પર ચા-પાણી, ભોજન આપાવમાં આવશે તેમજ પરિક્રમા દરમ્યાન જરૂરી મેડિકલ દવાઓ તેમજ ફિઝીયો સહિતની સુવિધાઓ રાખવામાં આવશે.

પરિક્રમામાં ભાગ લેવા સાઈકલીસ્ટોએ ૫ોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઈન વહેલી તકે કરવાનું રહેશે જેમાં પોરબંદર સહિત જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાંથી પણ સાઈકલીસ્ટો ભાગ લઈ શકશે.

પોરબંદર સાયકલીંગ કલબના ફાઉન્ડર ચેરમેન હષિતભાઈ રૂધાણી, પ્રમુખ ધવલભાઈ રાયચુરા, પ્રોજેકટ ચેરમેન આકાશભાઈ લાખાણી, કો. પ્રોજેકટ ચેરમેન પાર્થભાઈ પટેલ સહિત આ પરિક્રમા અંગેની સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh