Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સનમ સોસાયટીમાં બુધવારે રાત્રે રહેણાંક મકાનમાં ચારેક લાખની મત્તાની ચોરી

 

સોના-ચાંદીના દાગીના, રોકડ ચોરાઈ ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી સનમ સોસાયટીમાં બુધવારની રાત્રે સવા કલાકના સમયમાં એક મકાનમાં ચોરી થઈ છે. મકાનના દરવાજાનું તાળુ તોડી ઘૂસેલા તસ્કરે અંદરથી સોનાના બે ચેઈન, કાનની બુટી, લેડીઝ વીટી, સાંકળા, લકકી, પોચી, ઝાંઝરી તથા રૂ।.૪૩૧૦૦ રોકડા મળી રૂ।.૩,૯૯,૧૦૦ની મત્તાની ઉઠાંતરી કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર એસટી ડિવિઝન સામે આવેલી સનમ સોસાયટીમાં વસવાટ કરતા અલ્તાફ ગનીભાઈ સમા નામના આસામીના મકાનમાં બુધવારની રાત્રિના સવા બાર વાગ્યાથી દોઢ વાગ્યા દરમિયાન ઘૂસી ગયેલા કોઈ તસ્કરે સોના-ચાંદીના દાગીના તથા રૂ।.૪૩ હજાર ૧૦૦ રોકડાની ચોરી કરી લીધી છે.

ઉપરોક્ત મકાનમાં દરવાજાનંુ તાળુ તોડી પ્રવેશી ગયેલા તસ્કરે અંદર રાખવામાં આવેલા લાકડાના કબાટમાંથી જૂના સોના તથા ચાંદીના દાગીના ઉઠાવ્યા છે. જેમાં સોનાના પેંડલવાળા બે ચેન, કાનની બુટીની જોડી, લેડીઝ વીટી તેમજ ચાંદીના સાંકળા, ચાંદીની પોચી, લક્કી ઝાંઝરી મળી રૂ।.૩ લાખ પ૬ હજારના દાગીના તથા રૂ।.૪૩૧૦૦ રોકડા મળી કુલ રૂ।.૩,૯૯,૧૦૦ની મત્તા ઉઠાવી તસ્કર પલાયન થઈ ગયો છે. ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલ્તાફભાઈ સમાએ તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh