Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અસંખ્યા પાંજરાઓ ધૂળ ખાઈ રહ્યા છે!!
જામનગર તા. ૧૩: જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રજાના નાણાનો પૂરેપૂરો સદ્ઉપયોગ થાય અને સુવિધા મળે તેવી દિશામાં ચોક્સાઈપૂર્વક કામગીરી કરવામાં આવતી નથી. પરિણામે પ્રજાને મળવાપાત્ર સુવિધા-સાધનો મળતા નથી અને ઉલ્ટાનું પ્રજાના નાણાનો બેદરકારીના કારણે વેડફાટ થઈ રહ્યો છે.
મનપા તંત્ર દ્વારા શહેરમાં વૃક્ષોની રક્ષા માટે ટ્રી-ગાર્ડ પાંજરા ખરીદવામાં આવે છે. જામનગરની જાગૃત જનતા અને વૃક્ષપ્રેમીઓ તેમણે રોપેલા વૃક્ષની જાળવણી-રક્ષા માટે મનપા તંત્ર પાસે પ્રજાના નાણામાંથી જ ખરીદેલા પાંજરા માગવામાં આવે તો... 'તમારા વિસ્તારના કોર્પોરેટરની સહી લઈ આવો... ગાર્ડન શાખાના અધિકારીની મંજુરી લઈ આવો' જેવી કડાકૂટવાળી પ્રક્રિયા કરવાની ફરજ પડે છે, અને અંતે અરજદારોને પાંજરા મેળવવામાં નાકે દમ આવી જાય છે. પરિણામે આવા પાંજરાની માગણીદારો ઘટતા જાય છે અને તેથી ખર્ચાઓ કરી લીધેલા પાંજરા મનપા પરિસરમાં ધૂળ ખાઈ રહ્યા છે, તૂટી-ફૂટી ગયા છે. એટલું જ નહીં, આવા પાંજરા ઉપર તૂટેલા-ફૂટેલા કચરાના ડસ્ટબીન જેવા ડબ્બા તેના સ્ટેન્ડ પણ ખડકી દેવામાં આવે છે. આમ પ્રજાના નાણાનો તંત્રની બેદરકારી અને લોકોને સુવિધા-સાધનો આપવામાં દાંડાઈના કારણે નાણાનો વેડફાટ થઈ રહ્યો છે. મહાનગરપાલિકામાં હવે નવા ચૂંટાયેલા નગરસેવકો લોકોને ટ્રી-ગાર્ડ પાંજરા સરળતાથી મળી રહે તે માટે જાગૃતિ-હિંમત બતાવશે?
ઉપરોક્ત તસ્વીરોમાં ટ્રી-ગાર્ડ પાંજરા, તૂટેલા-ફૂટેલા ડસ્ટબીનના ડબ્બા/સ્ટેન્ડ વગેરે ધૂળ ખાઈ રહેલા દૃષ્ટિગોચર થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial