Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ચંદ્રાવાડાના ખેતર સ્થિત મકાનમાં જુગારનો દરોડોઃ ચાર પકડાયા

દખણાદાબારામાં તીનપત્તી રમતા ચાર સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામમાં એક ખેતર સ્થિત મકાનમાં એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ચાર શખ્સ ગંજીપાના રમતા ઝડપાઈ ગયા છે. પટમાંથી રોકડ, બાઈક, મોટર મળી રૂ।.૪ લાખથી વધુનો મુદામાલ કબજે કરાયો છે. જ્યારે દખણાદાબારામાંથી ચાર શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે.

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં એક મકાનમાં જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી ગુરૂવારે સવારે દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે ચંદ્રાવાડાની સીમમાં લીલવા સીમમાં આવેલા હરભમ ખીમાભાઈ કારાવદરા નામના શખ્સના ખેતર સ્થિત મકાનમાં દરોડો પાડયો હતો.

આ મકાનમાં હરભમ ખીમાભાઈને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા સરમણ ભીમાભાઈ કેશવાલા, પરબત રણમલભાઈ મોઢવાડીયા, માલદે રામદેભાઈ ઓડેદરા નામના શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ।.૧,૩૮,૦૦૦ રોકડા, ચાર મોબાઈલ, એક બુલેટ, એક મોટર મળી કુલ રૂ।.૪૦૮૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ ચાર સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

સલાયાના દખણાદાબારા ગામમાં જાહેરમાં ગુરૂવારની સાંજે ગંજીપાનાથી જુગાર રમતા નારણજી માડમજી જેઠવા, ભરતસિંહ રવુભા જાડેજા, અનોપસિંહ બચુભા જાડેજા, વિક્રમસિંહ જીવુભા જાડેજા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૧૭૦૮૦ રોકડા તથા ચાર મોબાઈલ કબજે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh