Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદી આજથી પાંચ દેશના પ્રવાસે

યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, ઈટાલી, નોર્વેમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧પઃ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે, અને પેટ્રોલ-ડીઝલની સમસ્યા સહિતના વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત દ્વિપક્ષીય વાટાઘાટો ઉપરાંત કેટલાક શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે.

પીએમ મોદી ૧પ થી ર૦ મે દરમિયાન પાંચ દેશના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવાનો છે. પીએમ મોદી આજથી યુનાઈટેડ આરબ એમિરેટ્સથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અબુ ધાબીમાં તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. ત્યારપછી ૧પ થી ૧૭ મે દરમિયાન તેઓ નેધરલેન્ડની મુલાકાતે જશે. ત્યાં તેઓ ડચ પ્રધાનમંત્રી રાબ જેટેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર તથા ક્વીન મેક્સિમા સાથે પણ મુલાકાત કરશે.

૧૭ અને ૧૮ મે ના પીએમ મોદી સ્વીડનની મુલાકાતે જશે. અહીં તેઓ સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ કિસ્ટરસન સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન સાથે યુરોપિયન ઉદ્યોગો માટે આયોજિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને પણ સંબોધિત કરી શકે છે. આ બેઠકમાં એઆઈ, ટેકનોલોજી અને સપ્લાય ચેઈ જેવા વિષયો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને સેમીકન્ડક્ટર્સ, ઈનોવેશન, સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન જેવા વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે. ભારત આ દેશો સાથે મળીને નવી ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે નવી વ્યૂહનીતિ ઘડવા પર ભાર મૂકશે. આ મુલાકાત ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.

પ્રવાસના અંતિમ તબક્કામાં ૧૯ મે ના પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લો પહોંચશે. અહીં તેઓ ત્રીજી 'ઈન્ડિયા-નોર્ડિક સમિટ'માં ભાગ લેશે. આ સમિટમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને સ્વીડનના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાર સ્ટોર સાથે દ્વિપક્ષીય મંત્રણા કરીને પ્રાદેશિક અને વૈશ્વિક સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh