Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં રવિવારે વિવિધ રોગ નિદાન કેમ્પઃ નેત્રયજ્ઞ

ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે

                                                                                                                                                                                                      

રાવલ તા. ૧૫: રાવલની સરકારી હોસ્પિટલમાં રવિવાર તા. ૧૭મી મે ના સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી નેત્રયજ્ઞ તથા વિવિધ રોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં કાન, નાક, ગળાના સર્જન ડો. બિપીન મહીડા, દાંતના રોગોના નિષ્ણાત ડો. સચિન મલી, હ્યદયરોગના નિષ્ણાંત ડો. કરણ કેશવાલા, બાળ રોગોના નિષ્ણાંત ડો. જય બદીયાણી, ચામડીના રોગોના નિષ્ણાત ડો. ચિરાગ ધરંગુ તથા આંખના રોગોના ડો. ગરેજા સેવાઓ આપશે. આ કેમ્પમાં દર્દીઓના નામો સ્થળ પર જ નોંધવામાં આવશે. નેત્રયજ્ઞમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. પરંતુ આંખના દર્દોની તપાસ કરીને જરૂરતમંદ દર્દીઓને ઓપરેશન કરીને નેત્રમણી બેસાડી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ડોક્ટરોની સલાહ-સૂચન-માર્ગદર્શન માટે ટ્રસ્ટના વિનોદભાઈ ગોકાણી (મો. ૯૪ર૭ર પ૯૧૦૮) નો સંપર્ક કરી શકાશે, તેમ સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh