Advertisement
Author: નોબત સમાચાર

રોકાણ મેળવનારી પેઢી તથા ભાગીદારને ચેક પરતમાં બે-બે વર્ષની ફટકારાઈ સજા

અન્ય એક આસામીને એક વર્ષની કેદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જ્યારે નગરના એક તબીબે જે પેઢીમાં રોકાણ કર્યું હતું. તે પેઢીના ભાગીદાર અને અન્ય સામે રૂ।.૧૦ લાખના ચેક પરતની ફરિયાદ કરી હતી. અદાલતે તે કેસમાં બે-બે વર્ષની કેદ ફટકારી છે.

જામનગરના જાકુબ અબ્બાસભાઈ ગાધે નામના આસામીએ અદાલતમાં આદિત્ય સુરેશભાઈ પાંડે સામે ચેક પરત ફર્યાની બે ફરિયાદ નોંધાવી હતી. તે બંને કેસ ચાલી જતાં અદાલતે આરોપી આદિત્ય પાંડેને તક્સીરવાન ઠરાવી બંને કેસમાં એક એક વર્ષની કેદ તથા દંડનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ધર્મેન્દ્ર નડિયાધારા રોકાયા હતા.

જામનગરના ડો. કૌશિક અનંતરાય પરમાર દ્વારા ઓલ ડે પ્રોફીટ સર્વિસીસ નામની પેઢીમાં રોકાણ કર્યું હતું. તે રોકાણમાંથી અમૂક રકમ આ પેઢીના લોકેશ પોલામાર શેટ્ટી નામના પાર્ટનરના ખાતામાં રૂ।.૧૦ લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે રકમ ચૂકવવા માટે લોકેશ પોલામાર શેટ્ટી અને પેઢી દ્વારા ડો. કૌશિકને ચેક આપવામાં આવ્યો હતો.

તે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યાે હતો. તેથી નોટીસ પાઠવ્યા પછી ડો. કૌશિકે જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ચાલી જતાં અદાલતે લોકેશ પોલામાર શેટ્ટી તથા ઓલ ડે પ્રોફીટ સર્વિસીસ પેઢીને તકસીરવાન ઠરાવી બે-બે વર્ષની કેદ અને રૂ।.૧૦ લાખનું વળતર ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ બે મહિનાની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh