Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજીલા વાયરા યથાવત્ રહેતા
જામનગર તા. ૧પઃ જામનગરમાં ઝપાટાબંધરીતે ફૂંકાતા તેજીલા વાયરા યથાવત્ રહેતા છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો વધુ અડધો ડીગ્રી નીચે શરકીને ૩પ.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.
જામનગરમાં ગઈકાલે પણ તેજીલા વાયરા યથાવત્ રહ્યા હતાં. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તીવ્ર ગતિએ ફૂંકાતા વાયરાઓના પગલે ધૂળના કણ આંખમાં પડતા રાહદારીઓ તેમજ દ્વિચક્રી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તેજીલા વાયરાઓના પગલે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો વધુ અડધો ડીગ્રી ઘટીને ૩પ.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૭ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. ગતિમાન પવન અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial