Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસે ટ્વીટ કરીને મોદીને 'ઈન્ફલેશન મેન' ગણાવ્યા
નવી દિલ્હી તા. ૧૫: કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩-૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારાની સાથે જ સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોએ ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને કોંગ્રેસે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને 'ઇન્ફ્લેશન મેન' ગણાવ્યા છે. કોંગ્રેસે પોતાના ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની 'વસૂલાત' શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહૃાું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના પરિવહન ખર્ચ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial