Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષઃ
જામનગર તા. ૧૫: શહેરના વોર્ડ નં. ૪ વિસ્તારમાં રામેશ્વર પૂલ નજીક છેલ્લા કેટલાક દિવસોથી નિર્દોષ વાછરડાઓને કોથળામાં ભરી રોડ વચ્ચે ફેંકી દેવાની અમાનવીય અને ક્રૂર ઘટનાઓ પ્રકાશમાં આવતા સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ એકલદોકલ બનાવ નથી, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજી-ચોથી વખત આવી ઘટના બનતા લોકોમાં ચિંતા વ્યાપી છે. આ પ્રકારની હરકતો કોણ કરી રહ્યું છે ? અને તેના પાછળ શું હેતુ છે ? તે અંગે તંત્ર દ્વારા ગંભીર તપાસ હાથ ધરવાની માંગ ઉઠવા પામી છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગૌવંશ સાથે અત્યંત ક્રૂરતા દાખવનાર અસામાજિક તત્ત્વો સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સમયસર પગલાં નહીં લેવાય તો આવા તત્ત્વોની હિંમત વધી શકે છે અને સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થઈ શકે છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલાના પૂરાવાઓ પણ ઉપલબ્ધ છે અને તંત્ર દ્વારા સઘન તપાસ કરી જવાબદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial