Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બૌદ્ધ સમાજ દ્વારા શોભાયાત્રા

ભગવાન બુદ્ધની ૨૫૭૦મી ત્રિવિધ જયંતીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ભગવાન બુદ્ધની ૨૫૭૦મી ત્રિવિધ જયંતી વૈશાખી પૂર્ણિમાની જામનગરમાં બૌદ્ધ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અને બૌદ્ધ સમાજના પ્રમુખ મિલિન્દ મકવાણા દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રામાં એક અશ્વ રથમાં ભગવાન બુદ્ધની પ્રતિમા તથા તૈલીચિત્ર ભગવાન બુદ્ધ બિરાજમાન કરાયા હતા. રિલાયન્સના મુનુસામી બે પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. અને પંચશીલ ધ્વજ લહેરાવી મહાત્મા જ્યોતિબા ફૂલેચોક, આંબેડકર માર્ગથી બપોરે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. લેજીમ માસ્ટર રાહુલ પાટીલ અને સંઘપાલ ધવને તેમની ટીમ સાથે દાવ રજૂ કર્યા હતા. ઉપાસક ઉપાસનકારો દ્વારા બુદ્ધં શરણં ગચ્છામી, ધમ્મં શરણં ગચ્છામી, સંઘમ શરણં ગચ્છામી વગેરેનો જયઘોષ કર્યો હતો. આ શોભાયાત્રા સાંજે ૭ વાગ્યે ડો. આંબેડકરની પ્રતિમા, બુદ્ધ વિહાર પહોંચી હતી જ્યાં ઉપાસીકા આરતીબેન ભગત દ્વારા સમુહ બુદ્ધ વંદના પંચશીલ લેવડાવાયા હતા. આ પછી મુનુ સ્વામી રમેશભાઈ રાઠોડ, પ્રમુખ મિલિન્દ મકવાણા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રાની સફળતા માટે મેઘજીભાઈ સિંગરળીયા, મનસુખભાઈ સાદીયા, ભરતભાઈ પારધી, નિલેષભાઈ વાનખેડે, દિપકભાઈ ગોહિલ, રાહુલભાઈ વાઘેલા, પૃથ્વીભાઈ ચાવડા, મનુભાઈ મકવાણા, શામજીભાઈ પરમાર અને દક્ષાબેન મકવાણાએ જહેમત ઉઠાવી હતી. બૌદ્ધ સમાજ, દિવ્યાંગભાઈ બૌદ્ધ, રાઠોડભાઈ વગેર દ્વારા નાસ્તા અને ઠંડાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh