Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૦૦ ડાયા.ની ઊંડના પાણીની લાઈનમાં
જામનગર તા. ૧પઃ જામનગરમાં રણજીત સાગર માર્ગે ગઈકાલે મહાનગર પાલિકાની પાણીના વાલ્વમાં લીકેજ થતા અમૂલ્ય પાણીનો મોટો જથ્થો વેડફાયો હતો. આખરે મહાનગર પાલિકાની ટીમ દ્વારા તાબડતોબ મરામત કામગીરી હાથ ધરી હતી અને લીકેજીંગ બંધ કર્યું હ તું.
જામનગર રણજીતસાગર માર્ગે મારૂ કંસારીની વાડી નજીકથી પસાર થતી અને ઊંડનું પાણી લાવતી પાણીની પાઈપલાઈનનો મસમોટો વાલ્વ લીકેજ થયો હતો. પરિણામે પાણીના ફૂવારા ઊડ્યા હતાં, જેનો બાળકોએ તકનો લાભ લઈને સ્નાન કરવાની મજા માણી હતી.
જો કે, ત્યાં નજીકમાં જ ચાલતી કામગીરીનો સ્ટાફ તાબડતોબ દોડી આવ્યો હતો અને પાણી સપ્લાય રોકાવી દઈ વાલ્વ લીકેજીંગ બંધ કર્યું હતું.
જો કે, આ પહેલા અઢળક પાણીના જથ્થાનો વેડફાટ થયો હતો, જો કે હાલ સ્થિતિ પૂર્વવત બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial