Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વૃદ્ધાશ્રમના દિવંગત વડીલોના આત્મશ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે

એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમની અનોખી પહેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરમાં એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમની અનોખી પહેલ હેઠળ દિવંગત વડીલોના આત્મશ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ અને વર્ષ ૧૯૬૮થી કાર્યરત શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ દ્વારા એક અનોખી ધાર્મિક પહેલ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધાશ્રમમાં નિવાસ કરી ચૂકેલા દિવંગત વડીલોના આત્મશ્રેયાર્થે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં હાલમાં આશરે ૧૧૪ જેટલા વડીલો નિવાસ કરી રહૃાા છે. અહીં તમામ વડીલોની સંપૂર્ણ સંભાળ અને સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત શારીરિક રીતે અશક્ત વડીલો માટે સ્પર્શ બાયોટેકના સહયોગથી સિનિયર કેર સેન્ટર પણ કાર્યરત છે, જ્યાં ચોવીસ કલાક કેર-ટેકરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા નિવાસી વડીલોની સારસંભાળ સાથે સાથે દિવંગત વડીલોના આત્મ કલ્યાણ માટે પણ ધાર્મિક આયોજન થવું જોઈએ તેવા શુભ વિચાર સાથે તા. ૧૭ મે ૨૬થી તા. ૨૩ મે ૨૬ દરમ્યાન વૃદ્ધાશ્રમના પટાંગણમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી કે. આર. ભટ્ટ કિશન મહારાજ આગવી રસાળ અને ભાવસભર શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. દરરોજ બપોરે ૪ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી યોજાનારી આ કથામાં જામનગર શહેરની જનતાને ભાવભેર જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભાગવત સપ્તાહના કાર્યક્રમોની વાત કરીએ તા. ૧૭-૦૫-૨૦૨૬, રવિવાર : કથા પ્રારંભ થશે. તા. ૧૮-૦૫-૨૦૨૬, સોમવાર : શ્રી કપીલ ભગવાન જન્મ, તા. ૧૯-૦૫-૨૦૨૬, મંગળવારઃ શ્રી નૃસિંહ અવતાર કથા, તા. ૨૦-૦૫-૨૦૨૬, બુધવારઃ શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ ઉજવાશે.

ત્યારબાદ તા. ૨૧-૦૫-૨૦૨૬, ગુરુવારઃ શ્રી ગોવર્ધન લીલા ત્યારબાદ તા. ૨૨-૦૫-૨૦૨૬, શુક્રવારઃ શ્રી રૂકમણિ વિવાહ, તા. ૨૩-૦૫-૨૦૨૬, શનિવારઃ  કથા પૂર્ણાહુતિ થશે.

આ સમૂહ ભાગવત સપ્તાહમાં ભાગવતજીની પોથીના યજમાન બનવા ઇચ્છુક શ્રદ્ધાળુઓ સંસ્થાના શ્રી મિલનભાઈ માલવીનો મો. નં. ૯૯૭૮૮૭૭૨૨ ઉપર અથવા સંસ્થાના કાર્યાલયમાં રૂબરૂ સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh