Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટર પી.બી. પંડયાની મંજૂરીઃ
જામનગર તા. ૧૫: જામનગર કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની ચોથી ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની અરજીઓને ચકાસીને પશુ નિભાવ સહાય માટેની મંજૂરી આપી હતી.
યોજનાની વિગતો આપતા જણાવાયું હતું કે, જાન્યુઆરી-૨૦૨૬ થી માર્ચ-૨૦૨૬ (વર્ષ ૨૦૨૫-૨૬નો ચોથો હપ્તો)ના કુલ ૯૦ દિવસના સમયગાળા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર કુલ ૩૬ સંસ્થાઓએ અરજી કરી હતી. જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા નિયમોનુસાર ૧,૦૦૦ થી ઓછી પશુ સંખ્યા ધરાવતી કુલ ૩૪ સંસ્થાઓની અરજીઓ ગ્રાહૃા રાખવામાં આવી છે.
આ નિર્ણયના પગલે જિલ્લાની ૩૪ સંસ્થાઓના કુલ ૭,૫૦૩ પશુઓ માટે પ્રતિ દિન રૂ. ૩૦ લેખે કુલ રૂ.૨,૦૨,૫૮,૧૦૦/-ની માતબર સહાય મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલી અરજીઓને હવે આગળની ચૂકવણીની પ્રક્રિયા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરથી મોકલી આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નિવાસી અધિક કલેકટર એસ.એમ.કાથડ, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, ઘનિષ્ટ પશુસુધારણા યોજના સમિતિના જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial