Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેકેશનમાં શાળા બંધ રાખવી, સ્ટેશનરી બાબતે દબાણ ન કરવું
જામનગર તા. ૧પઃ હાલ જામનગર સહિતના ગામ-શહેરોમાં શૈક્ષણિક વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે શૈક્ષણિક કીટ યુનિફોર્મ શાળામાંથી ખરીદવા અને વેકેશનમાં શાળા ચાલુ રાખવી આ તમામ મુદ્દે આજે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શાળાના ટ્રસ્ટી, આચાર્યને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા અને એનએસયુઆઈના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલની આગેવાનીમાં પાઠવાયેલ આવેદન સાથેની રજૂઆતમાં જણાવાયું હતું કે, હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. આવતા મહિને નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થનાર છે, ત્યારે કોઈપણ પ્રકારના ખાનગી પ્રકાશનોના પુસ્તકોનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવે નહીં, સ્ટેશનરી, યુનિફોર્મ, પુસ્તકો માટે ચોક્કસ દુકાનનો આગ્રહ રાખવામાં આવે નહીં. શાળામાં બુક્સ, સ્ટેશનરી, યુનિફોર્મનું વેંચાણ કરવામાં આવે નહીં, તેની ખાસ તકેદારી રાખવી, શાળામાં વેકેશનમાં બાળકોને સ્કૂલે બોલાવવામાં આવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને એફ.આર.સી. અને મંજુર કરેલી ફી જ શાળા દ્વારા વસૂલવામાં આવે. આ તમામ મુદ્દે આજે જામનગરની એકાદ ડઝન જેટલી શાળાના આચાર્ય-ટ્રસ્ટીને આવેદન પાઠવી રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial