Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારથી કુરંગા વચ્ચે ૧૯ સ્થળે હાઈ વોલ્ટેજ વીજલાઈનો ક્રોસઃ ઝળુંબતો ખતરો

પીજીવીસીએલ અને નેશનલ હાઈવે ઓથોરિટીનું 'બાઈ... બાઈ... ચારણી...'

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વાડીનારથી દ્વારકાના કુરંગા સુધીના નેશનલ હાઈવે પર ૧૯ સ્થળે એચ.ટી. તથા એલ.ટી. વીજ લાઈનો ક્રોસ થતી હોય, આ જોખમી લાઈનો અંગે ચોક્કસ કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય તથા કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે ઓથોરિટી તથા પી.જી.વી.સી.એલ.ને રજૂઆત કરી છે.

ભારતીય કિસાન સંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મનસુખ ચોપડાએ જણાવેલ કે વાડીનારથી કુરંગા સુધીના રોડ પર કે જ્યાં એરસ્ટ્રીપ પણ બનાવાઈ છે ત્યાં પી.જી.વી.સી.એલ.ની એચ.ટી. તથા એલ.ટી. વીજ લાઈનો ૧૯ જગ્યાએ ક્રોસ થાય છે. અગાઉ ભારતીય કિસાન સંઘ દ્વારા કેન્દ્રિય વાહન વ્યવહાર મંત્રી, ઊર્જા મંત્રી તથા મુખ્યમંત્રીને આ બાબતે ફરિયાદ કરતા વીજ લાઈનો ખસેડવા, નેશનલ હાઈવે ઓથોરિટીને ૬પ.૯૬ લાખનું એસ્ટીમેન્ટ મોકલવામાં આવ્યું હતું, પણ એપ્રિલની ૧૦ તારીખે અપાયેલ આ પત્રથી નેશનલ હાઈવે ઓથોરિટીએ રકમ ના ભરતા પી.જી.વી.સી.એલ. દ્વારા કંઈ કાર્યવાહી થઈ નથી.

દ્વારકા યાત્રધામ હોય, તથા કુરંગા રોડથી વાડીનાર સુધી દ્વારકા, હર્ષદ, પીંડારા જેવા યાત્રાધામોના રોજ હજારો ભાવિકો વાહનો લઈને નીકળતા હોય તથા અહીંથી મોટી મોટી કંપનીઓના વાહનો તથા પવનચક્કીના મહાકાય ટ્રેલરો નીકળતા હોય ૧૯ જેટલા સ્થળે આવા વીજ વાયરોના ક્રોસીંગથી ક્યારેક ગંભીર જીવલેણ અકસ્માત થવા સંભવ હોય, તાકીદે યોગ્ય કરવાની માગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh