Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકા કચેરીને ઘેરાવ થાય તો નવાઈ નહીં !!
ખંભાળીયા તા. ૧૫: ખંભાળયામાં અગાઉ એકાદ સ્થળે ગંદુ પાણી આવતું ત્યારે જિલ્લા આરોગ્ય ખાતુ નમૂના ફેલ આરોગ્યપ્રદ પાણી નથી, પીવાના બિન ઉપયોગીના ઢોલ વગાડતુ ત્યારે હાલ શહેરના અડધા ઉપરાંતના વિસ્તારોમાં ગંદુ અને શરબત જેવું લાલ-લીલા રંગનું પાણી વિતરણમાં આવે છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રની ચુપકીદી ચર્ચાપાત્ર બની છે.
ગંદુ અને ગંધાતુ પાણી ડોલના તળિયે ગારો જામી જાય તેવું અને આર.ઓ. મશીનમાં ગંદકી, ક્ષાર જામી જાય છે ત્યારે આરોગ્ય તંત્ર હવે ચેકીંગ જ નથી કરતુ એમ ને એમ જ ગંદુ અને પીવા યોગ્ય ન હોવાનું દેખાય છે એટલે કે શું ??
ગઈકાલે પાલિકામાં ગંદા પાણીના મુદ્દે ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા શહેરમાં પીળાશ અને લીલાશવાળું પાણી આવતું હોય, તેનું કારણ નર્મદાનું પાણી હજુ ચાલુ નથી થવાનું અને ૫/૭ દિવસમાં પાણી આવતા ઘી ડેમના તળિયાના પાણીને લીધે આવું થતું હોવાનું જણાવેલ છે ત્યારે આજે સવારે ફળવાળી વોટર વર્કસ હેઠળના જડેશ્વર સોસાયટીમાં રાબેતા મુજબ ગંદુ પાણી આવતા લોકો હવે ગંદા પાણીની બોટલો, બેડા લઈ ન.પા. કચેરીને ઘેરાવ કરવાના કાર્યક્રમો પણ થાય તો નવાઈ નહીં.
ક્યાંક ભૂગર્ભ ગટરનું પાણી પણ પાણીની મેઈન લાઈનમાં ભળતુ હોવાનું પણ ચીફ ઓફિસરે ખૂદ કબુલ્યું છે ત્યારે ગંદા પાણીનો મુદ્દે હવે કાનૂની જંગ થાય તો પણ નવાઈ નહીં !!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial