Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંતર્ગત
જામનગર તા. ૧૫: ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના ગાંધીનગર એકમ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનું અધિવેશન યોજાયું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય રીટાબેન પટેલ અને ઉદ્દઘાટક તરીકે મેયર મીરાબેન પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલભાઈ પટેલ, શાસનાધિકારી પૂર્વેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા (જામનગર), મહામંત્રી એચ.કે. દેસાઈ, બેંકના ડાયરેક્ટર તન્વીબેન પટેલ, મહાનગરપાલિકા સંઘના પ્રમુખ મહેશભાઈ પટેલ અને મહામંત્રી રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય વક્તા તરીકે કેળવણીકાર સંજયભાઈ થોરાટ ઉપસ્થિત રહ્યા હતાં.
બહોળી સંખ્યામાં શિક્ષકોએ હાજરી આપી હતી. મેયર મીરાબેન પટેલે કાર્યક્રમ બદલ શુભેચ્છા પાઠવી હતી. તો ધારાસભ્ય રીટાબેન પટેલે શિક્ષકોના પ્રશ્ને સરકારના હકારાત્મક વલણ અંગે જણાવ્યું હતું.
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ સંઘની રાજ્ય વ્યાપી કામગીરી અંગે અને પ્રશ્નો ઉકેલવામાં સંઘની ભૂમિકા અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે મીઠાભાઈ પટેલ, ગૌતમભાઈ પટેલ સહિતના રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial