Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં "આપ" દ્વારા રાહદારીઓને જાલમૂડીનું વિતરણ કરી વિરોધ કરાયો

નીટ પરીક્ષાના પેપર લીક મામલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: નીટની પરીક્ષાના પેપર લીક થતાં પરીક્ષાર્થીઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. આ મુદ્દે આમઆદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા બંગાળની પ્રખ્યાત જાલમૂડીનું વિતરણ કરીને જામનગરમાં નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પરીક્ષા પ્રણાલીને અમુક તત્ત્વોએ અભડાવી હતી અને પેપર લીક કરી દેવાતા નીટની પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી હતી, આમ, યુવાઓના ભવિષ્ય સામે ચેડા કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગણી ઉઠવા પામી છે.

ગઈકાલે જામનગરમાં ડીકેવી કોલેજ સર્કલમાં આમઆદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા રાહદારીઓને જાલમૂડીનું વિતરણ કરીને જામનગરમાં નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતંં.

 આ કાર્યક્રમમાં આપના શહેર પ્રમુખ રાજભા સોઢા અને હિતેન્દ્રસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ પરમાર, મયુર ચાવડા વગેરે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh