Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીબીઆઈએ ૭ ની ધરપકડ કરીઃ દિલ્હી પોલીસે એક નેતા અને ડોકટરને દબોચ્યા
નવી દિલ્હી તા. ૧૫: પેપર લીકના કારણે હવે નીટ યુજીની પરીક્ષા ૨૧ જુને યોજાશે તેમ જણાવી નીટ દ્વારા અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે. તો સીબીઆઈએ ૭ લોકોની આ સંદર્ભે ધરપકડ કરી હોવાના અહેવાલો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કેન્દ્ર સરકારની મંજૂરી સાથે નીટ-યુજી પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દીધી છે. હવે આ પરીક્ષા રવિવાર, ૨૧ જુન, ૨૦૨૬ના યોજાશે.
નીટ પેપર લીક થવાને કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ૩મેના આશરે ૨૩ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નીટ પેપર લીક પ્રકરણમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે ગુરૂવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ-યુજી ૨૦૨૬ પરીક્ષા રદ થયાના બે દિવસ પછી યોજાયેલી બેઠકમાં ફરીથી પરીક્ષા યોજવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી વિનીત જોશી, સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી સંજય કુમાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેકટર જનરલ અભિષેકસિંહ, સીબીએસઈ ચેરપર્સન રાહુલસિંહ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ)- નવોદય વિદ્યાલય સમિતિ (એનવીએસ)ના કમિશનર સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતાં.
દેશભરમાં પેપરલીકના પ્રચંડ વિરોધ વચ્ચે ગુરૂવારે અમદાવાદમાં એનએસયુઆઈ કાર્યકરોએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કાળા ઝંડા ફરકાવીને વિરોધ પ્રદર્શન કર્યુ અને કાફલો રોકવાનો પ્રયાસ કર્યો તે પછી પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં ૭ લોકોની ધરપકડ કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ૫ આરોપીઓને ૭ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. જયારે, રાજસ્થાનના સીકરમાંથી આરોપી માંગી લાલ બિન્વાલ, જમવારામગઢના ભાઈ દિનેશ બિન્વાલ, પુત્ર વિકાસ બિન્વાલ, હરિયાણાના ગુરૂગ્રામના રહેવાસી યશ યાદવ અને નાસિકમાંથી શુભમ ખૈરનારની ધરપકડ કરી છે. શુભમે જ યશને પેપર આપ્યું હતું. તે ઉપરાંત દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આરોપીઓમાંથી એક આરજેડીના રાષ્ટ્રીય સચિવ સંતોષ કુમા જયસ્વાલ પણ છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જયસ્વાલ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મેડિકલ કોલેજમાં ૨૦-૩૦ લાખમાં એડમિશન અપાવવાની લાલચ આપતો હતો. અન્ય એક આરોપી ડોકટર હોવાના અહેવાલો છે.
એનટીએ એ ઉમેદવારો અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય બિનસત્તાવાર સ્ત્રોતો પર આવતી અફવાઓથી દૂર રહેવું. પરીક્ષા સંબંધિત કોઈપણ સચોટ માહિતી માટે માત્ર એટીએની સત્તાવાર ચેનલ્સ અને વેબસાઈટનો જ ઉપયોગ કરવો.
જો વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તેઓ હેલ્પલાઈન નંબરઃ ૦૧૧-૪૦૭૫૯૦૦૦ અથવા ૦૧૧-૬૯૨૨૭૭૦૦નો સંપર્ક કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial