Advertisement
Author: નોબત સમાચાર

મળસ્કે મોંઘવારીનો વિસ્ફોટઃ પેટ્રોલ-ડીઝલમાં લિટરે ત્રણ રૂપિયાનો ભાવ વધારો

જામનગરમાં ૫ેટ્રોલ રૂ।. ૯૭.૪૭ અને ડીઝલ રૂ।. ૯૩.ર૪ નું લિટર થયું: હોર્મુઝ બંધ થતા ઓઈલ ભંડારો ઘટ્યાઃ સીએનજીમાં પણ કિલે રૂ।. ર નો વધારો ઝીંકાયો

                                                                                                                                                                                                      

નવી       દિલ્હી તા. ૧પઃ સરકારી ઓઈલ કંપનીઓએ આજે મળસ્કે (પરોઢીયે) પેટ્રોલ-ડીઝલમાં ત્રણ રૂપિયા જેવો ભાવ વધારો ઝીંકી દેતા પગારદાર તથા ઓછી-મધ્યમ આવક ધરાવતા પરિવારોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, તે ઉપરાંત સીએનજીના ભાવોમાં પણ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો થતા મોંઘવારી ફાટી નીકળશે, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે મળસ્કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો ઝીંકાતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે.

પેટ્રોલમાં પ્રતિ લિટરે રૂ।. ર.૯૯ નો વધારો થતા નવો ભાવ રૂ।. ૯૭.પ૦ થયો છે, જ્યારે ડીઝલમાં રૂ।. ૩.૦૯ નો વધારો થતા તે રૂ।. ૯૩.ર૯ પર પહોંચ્યું છે.

સામાન્ય રીતે ઈંધણના ભાવમાં ફેરફાર રાત્રે ૧ર વાગ્યે થતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર પરોઢીયે ત્રણ વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેતા ગ્રાહકોમાં આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો છે. અચાનક અમલી બનેલા આ વધારાને કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો.

અમદાવાદમાં યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. જેના કારણે પેટ્રોલની સપ્લાયમાં ઘણી પ્રોબ્લેમ આવી રહી છે. જે બેરલી ૭૦ અને ૮૦ ડોલર હતા તે અત્યારે ૧૪૦ ડોલર સુધી પહોંચી ગયા છે. જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ખૂબ જરૂરી હતો. તેમ છતાં ભારત સરકારે ઘણા સમય સુધી ગ્રાહકોને ચિંતા કરી ભાવમાં વધારો કર્યો ન હતો. તેથી રોજનું રપ૦૦ કરોડનું નુકસાન પેટ્રોલ-ડીઝલમાં સહન કરવું પડ્યું હતું.

પૂરતો જથ્થો છે કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી. દરેક પેટ્રોલપંપ પર જોઈએ તેટલું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે. અત્યારે ભારત સરકારને પેટ્રોલમાં એક લિટરે રૂ।. ર૦ અને ડીઝલમાં રૂ।. ૪૦ રૂપિયાનું નુકસાન છે. જેથી હવે આગામી દિવસમાં પણ ભાવ વધારો થાય છે કે નહીં તે સરકાર નક્કી કરશે. અગાઉ ર૦રર માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આવતીકાલથી ક્યાંય પણ પેટ્રોલપંપ પર લાઈન જોવા મળશે નહીં, તેવો આશાવાદી પણ વ્યક્ત થઈ રહ્યો છે. બીજી તરફ કંપનીઓએ પ્રતિ કિલોએ બે રૂપિયાનો વધારો ઝીંકી દેતા દિલ્હીમાં સીએનજીના ભાવ આજે પ્રતિ કિલો ૭૯.૦૯ થયા છે.

બીજી તરફ ટૂંકા પગાર અને ઓછી-મધ્યમ આવક ધરાવતા લોકોમાં હાહાકાર વ્યાપી ગયો છે. લોકો કહે છે કે, આમાં બે છેડા પૂરા કેમ કરવા ? ઈંધણ અને સીએનજી મોંઘા થતા તમામ ચીજવસ્તુઓના ભાવો, ટ્રાન્સપોર્ટેશન અને અનેક ટ્રાવેલીંગ પણ મોંઘુ થવાની સંભાવનાને લઈને લોકોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.

જામનગર

જામનગરની વાત કરીએ તો પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ ગઈકાલે રૂ।. ૯૪.૪૯ નો હતો, જ્યારે નવો ભાવ રૂ।. ૯૭.૪૭ નો થયો છે. એટલે કે રૂ।. ર.૯૮ નો ભાવ વધારો થયો છે.

તેવીજ રીતે ડીઝલનો પ્રતિ લિટરે ભાવ ગઈકાલે રૂ।. ૯૦.૧પ નો હતો, જેનો નવો ભાવ રૂ।. ૯૩.ર૪ નો થયો છે, એટલે કે રૂ।. ૩.૦૯ નો ભાવ વધારો થયો છે. નવા ભાવ આજથી જ અમલમાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh