Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાણાકીય ઉચાપત અંગે
જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લાના સુમરી ભલસાણ ગામના સરપંચ રામભાઈ રાયધનભાઈ છૈયા ગામના વિકાસ કામોમાં નાણાકીય ઉચાપત, અનિયમિતતા, હોદ્દાનો દૂરઉપયોગ જેવી બાબતોમાં દોષિત કરતા જિલ્લા વિકાસ અધિકારીઓ તેમને પદભ્રષ્ટ કરવાનો આક્રોશ કર્યો છે અને તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સરપંચે સિંચાઈ વિભાગના લાખો રૂપિયાના કામો તેમના ભત્રીજા પાસે કરાવ્યા હતા. કાગળ ઉપર કામો બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. જેથી ગુજરાત પંચાયત દ્વારા અધિનિયમ ૧૯૯૩ ની જુદીજુદી કલમો હેઠળ સરપંચને દોષિત ઠરાવેલ છે.
સરપંચ વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને રાજકીય ભલામણો માટે દોડધામ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial