Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડી પાસેથી એલપીજી ભરીને જતાં ત્રણ ટેન્કર રોકાવી ત્રણ શખ્સે જરૂરી કાગળો-પૈસા પડાવી લીધાની રાવ

ત્રણ શખ્સ સામે ભારત પેટ્રોલિયમ કંપનીના જી.એમ.એ કરી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામ પાસે ત્રણ શખ્સ કેટલાક ગેસ ટેન્કરને રોકાવી લઈ તેના ડ્રાઈવર-ક્લિનરને ધમકાવી મોતનો ભય બતાવી જરૂરી કાગળો પડાવી લેવા ઉપરાંત પૈસા પણ પડાવતા હોવાની વિગતો ભારત પેટ્રોલિયમ કંપનીના જામનગરના ચીફ મેનેજરને વાકેફ કરાવાતા તેઓએ તપાસ કર્યા પછી ત્રણ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ ત્રણ ટેન્કરના ડ્રાઈવરોને મૃત્યુનો ભય બતાવી બળજબરીપૂર્વક બીલ્ટી, ડીઓ લેટર તથા સીસી એફ અને રૂ।.ર હજાર રોકડા પડાવી લીધાનું ફરિયાદમાં જણાવવામાં અવ્યું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી પાસે એલપીજી ગેસના ટેન્કરોને રોકી કેટલાક શખ્સો ડ્રાઈવરો તથા ક્લિનરોને ધમકી આપી પૈસા પડાવવા ઉપરાંત ગેરકાયદેસર અવરોધ કરતા હોવાની વિગતો ખાનગી કંપનીની વિગતો ભારત પેટ્રોલિયમ કંપનીના જામનગરના અધિકારી-ચીફ મેનેજર કે. સંધીરકુમાર કૃષ્ણમૂર્તિને મળી હતી.

તે વિગતના આધારે તપાસ કરવામાં આવતા તેમની કંપની સહિત અન્ય કંપનીઓના એલપીજી ગેસ ભરાવવા માટે આવતા ટેન્કરોને મોટી ખાવડીથી આગળ એક હોટલ નજીક રોકી લેવાતા હોવાનું જણાઈ આવ્યું હતું.

મોટી ખાવડી વિસ્તારમાં પાર્કિંગ યાર્ડમાથી રવાના થતાં કેટલાક ટેન્કરોમાંથી રોકી મોટી ખાવડીના કિશોરસિંહ જાડેજા, જુવાનસિંહ તથા મહેન્દ્રસિંહ નામના ત્રણ શખ્સ ગેસ ભરીને આવતા ટેન્કરના ડ્રાઈવરો તથા ક્લિનરોને ધમકાવતા હોવાનું અને બળજબરીપૂર્વક ટેન્કરમાંથી ઉતારી લઈ આ વ્યક્તિઓને એલપીજી ભરવા જશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ભયમાં મૂકી ટેન્કરોની બીલ્ટી તેમજ ડીઓ લેટર અને સીસીએફ જેવા કાગળો પડાવી લેતા હોવાનું પણ જાણમાં આવ્યું હતું.

તે પછી રૂ।.ર હજાર પડાવી લેવા અને ત્રણ ટેન્કરના ડ્રાઈવરને મૃત્યુનો ભય બતાવી બળજબરીપૂર્વક બીલ્ટી, ડીઓ લેટર, સીસીએફ પણ પડાવી લેવા અંગે ગઈકાલે કે. સંધીલકુમારે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને દબોચી લેવા તજવીજ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh