Advertisement
Author: નોબત સમાચાર

સ્મશાન પાસે બાવળની ઝાળીમાંથી મળ્યો દારૂનો જથ્થો

ડિફેન્સ કોલોનીમાં મકાનમાંથી ૪૮ બોટલ સાથે એક ઝડપાયોઃ નશામાં રખડતા બેની અટકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના સ્મશાન પાછળ બાવળની ઝાળીમાં ઈંગ્લીશ દારૂના ૧૭૯ ચપલા સંતાડીને રાખનાર બેરાજા ગામના શખ્સને એલસીબીએ દબોચી લીધો છે. ડિફેન્સ કોલોનીમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ મળી આવી છે. કાલાવડમાંથી એક શખ્સ છ બોટલ સાથે ઝડપાયો છે. નશાની હાલતમાં રખડતા બે શખ્સને દબોચી લેવાયા છે.

જામનગરમાં સ્મશાન પાછળ આવેલા નદીના કાંઠે એક શખ્સે વેચાણ માટે ઈંગ્લીશ દારૂના ચપલા સંતાડ્યા હોવાની બાતમી એલસીબીના ઋષિરાજસિંહ, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચને મળતા ગઈકાલે રાત્રે એલસીબી સ્ટાફે સ્મશાન પાછળ બાવળની કાંટમાં તલાશી લેતાં ત્યાંથી ફલ્લા નજીકના બેરાજા ગામનો દિવ્યરજસિંહ જીતુભા પરમાર નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના ૧૭૯ ચપલા સાથે મળી આવ્યો હતો. દારૂનો જથ્થો, મોબાઈલ કબજે કરી આ શખ્સની એલસીબીએ અટક કરી છે. તેણે પવનચક્કી નજીક રહેતા ઉમંગ ફલીયા પાસેથી દારૂ લીધાની કબૂલાત આપી છે.

જામનગરના ઢીંચડા રોડ પર ડિફેન્સ કોલોનીમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂ પડ્યો હોવાની બાતમી એલસીબીના હિતેન્દ્રસિંહ, કાસમભાઈ, અરજણભાઈને મળતા શનિવારે સાંજે દિનેશ શામજીભાઈ ગાલા નામના પ્રૌઢના મકાનમાં દરોડો પાડી ચકાસણી કરાતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ મળી આવી હતી. બોટલ, મોબાઈલ કબજે કરી એલસીબીએ દિનેશ ગાલાની અટકાયત કરી હતી. તેણે દારૂનો જથ્થો સેનાનગરવાળા અરૂણ સીતારામ સોની ઉર્ફે કાલી નેપાળી પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે.

કાલાવડના બાલંભડી રોડ પરથી નઈમ જમાલ કાજી નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જામનગરની નૂરી ચોકડી નજીકથી શનિવારે રાત્રે આસીફ યુસુફ ખેરાણી નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની અડધી બોટલ સાથે પકડાયો છે.

ખંભાળિયા નાકા સર્કલ નજીકથી ગઈકાલે સાંજે દેવા ડાયા રાઠોડ નામનો મારવાડી વાસમાં રહેતો શખ્સ ઈંગ્લીશ દારૂના ચપલા સાથે મળી આવ્યો છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેથી શનિવારે રાત્રે નવાગામ ઘેડની ઈન્દિરા સોસાયટી નજીક વસવાટ કરતો અજય જયંતીલાલ દરજી નામનો શખ્સ નશાની હાલતમાં બુલેટ ચલાવીને જતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો અને બાબુભાઈ લખમણ કંટારીયા નામનો શખ્સ નશાની હાલતમાં ધમાલ મચાવતો હતો ત્યારે પોલીસે તેને પકડી લઈ ગુન્હો નોંધ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh