Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ. જયશંકર દ્વિ૫ક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ મુદ્દે પાક.ને ઘેરશે
નવી દિલ્હી તા. ૧૯: વિદેશમંત્રી એસ. જયશંકર આજથી ૬ દિવસ માટે ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યા છે.
વિદેશમંત્રી એસ. જયશંકર ૬ દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જયાં તેઓ નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપતા કહ્યું છે કે, આ મુલાકાત દરમિયાન જયશંકર તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી શેર કરી શકે છે.
વિદેશમંત્રી એસ. જયશંકર આજે નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની ૬ દિવસની મુલાકાત માટે રવાના થશે. આ યાત્રા ૧૯ થી ૨૪ મે સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન તેઓ આ દેશોના નેતાઓ અને વિદેશમંત્રીને મળશે અને પરસ્પર સહયોગ, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને સરહદ પાર આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થનના મુદ્દા પર ચર્ચા કરી શકશે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ હતી. આ પછી વિદેશમંત્રી જયશંકરનો આ પહેલો વિદેશપ્રવાસ હશે.
તા. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હૂમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ "ઓપરેશન સિંદૂર" શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હૂમલા કર્યા. જેને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. તેમજ ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા. તે પછી પાકિસ્તાને ભારતે પર હૂમલો કરવાનો પ્રયાસ કરતા ભારતે વળતો એવો જવાબ આપ્યો હતો કે પાકિસ્તાને સંઘર્ષ વિરામ કરાવવા આજીજી કરવી પડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial