Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં વિપક્ષના સભ્ય જે.પી. મારવીયાએ તેમણે માંગેલ માહિતી- જવાબ નહીં મળવાના મુદે બોર્ડ નહીં ચાલવા દઉં તેવું જાહેર કરતાં સામાન્ય સભામાં સન્નાટો ફેલાઈ ગયો હતો.
જિ.પં.ની સામાન્ય સભા જિ.પં. પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી અને સભાનો પ્રારંભ થતાં જ જે.પી. મારવીયાએ ઉભા થઈ રોષ સાથે જણાવ્યું હતુ કે મેં તા. ૧૭-૪ના પત્ર લખી બાંધકામ શાખા તથા સિંચાઈ વિભાગના કામો અંગે માહિતી અને જવાબ માંગ્યા હતા. જેને મહિના ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં કોઈ માહિતી પૂરી પાડવામાં આવી નથી. જો જિ.પં.ના સભ્યની આવી હાલત હોય તો સામાન્ય વ્યકિતને તો કેવો અનુભવ થતો હશે ? અને આમ જો માહિતી જ ન મળતી હોય તો બોર્ડની મિટિંગ, બોર્ડની કાર્યવાહીનો કોઈ અર્થ જ નથી. તેથી હું અને અમારા સભ્યો આજનું બોર્ડ ચાલવા નહીં દઈએ. તમારે પોલીસને બોલાવવી હોય તો બોલાવો..!
આ સમયે પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાએ જણાવ્યું કે તમને માહિતી મળશે... પણ એજન્ડાના મુદ્દાઓને બહાલી આપ્યા પછી જે.પી.ના પ્રશ્ને ચર્ચા શરૂ થઈ, પણ બાંધકામ કે સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારી જ ગેરહાજર હતા... ડી.ડી.ઓ. પણ આ અધિકારીઓએ શા માટે સમયસર સભ્યને માહિતી આપી નથી કે સભામાં તેઓની ગેરહાજરી અંગે મૌન રહ્યા હતા.. જો કે, કોઈ કર્મચારીએ બે દિવસમાં માહિતી આપશું તેવો જવાબ આપી દીધો હતો.
ત્યારપછી પ્રમુખ સ્થાનેથી સુજલામ-સુફલામ યોજનાના કામોનો મુદ્દો ચર્ચામાં લેવાતાં ચંદ્રિકાબેન અઘેરા સિવાય તમામ સભ્યોએ તમામ માટી કામો રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ યોજનામાં માત્ર ત્રણ જ સભ્યોના વિસ્તારમાં કામો હાથ ધરાયા હોવાના આક્ષેપો પણ થયા હતા. તેમજ ટેન્ડર પ્રક્રિયા વગર માત્ર એક જ એજન્સીને કામો આપવા સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. આ પ્રશ્ને વિપક્ષના જે.પી. મારવીયા સહિત પાંચ સભ્યોની સમિતિ બનાવવાનો અને તપાસ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.
જિ.પં.ની સામાન્ય સભામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વર્તમાન મહિલા સભ્યના પતિ કાસમભાઈ ખફીએ પણ સભાના પ્રોટોકોલ અને નિયમોનો ભંગ કરી સભામાં મોટે મોટેથી વિરોધ વ્યકત કરી ચર્ચામાં ભાગ લીધો હતો અને અધ્યક્ષ, ડીડીઓ સહિતના સૌએ આ પ્રક્રિયા-પ્રણાલી સામે વિરોધ ઉઠાવ્યો ન હતો.
જો કે, ભારે હોબાળા વચ્ચે અંતે ચંદ્રિકાબેન અઘેરાની ઈચ્છા વિરૂદ્ધ તમામ માટી કામો રદ કરવાના નિર્ણયની પણ જિ.પં.ના રાજકિય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial