Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ભરતપુરમાં લાઈમ સ્ટોનના ગેરકાયદે ખનન-વહન કેસમાં ત્રણને સજા

પાંચ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ભાણવડના ભરતપુર ગામમાં એક ખેતરમાંથી પાંચ વર્ષ પહેલાં મામલતદારે ગેરકાયદે કરાતું લાઈમ સ્ટોનનું ખનન પકડી પાડ્યું હતું. ખેતર માલિક તથા તે જથ્થાનું વહન કરનાર બે સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામથી ભેનકવડ તરફના રસ્તા પર વર્ષ ૨૦૧૯ની તા.રપ સપ્ટેમ્બરના દિને મામલતદારની ટીમ દ્વારા ચેકીંગ કરાતું હતું ત્યારે ભરતપુર ગામના એક ખેતરમાં અનઅધિકૃત રીતે લાઈમ સ્ટોનનું કરાતું ખનન મળી આવ્યું હતું.

તે સ્થળેથી ૭૮ ટન લાઈમ સ્ટોન કબજે કરાયો હતો. પુંજા રાજા કારાવદરા નામના ભરતપુર ગામના આસામીએ પોતાના ખેતરમાં ખનન કરાવ્યું હતું અને ઢેબર ગામના નુરમામદ હાજી હિંગોરા, હુસેન ઈબ્રાહીમ હિંગોરા ઉર્ફે પકોડી નામના બે શખ્સે રૂ.૧ લાખથી વધુની કિંમતનો દસ ટન લાઈમ સ્ટોનનો જથ્થો પોતાના વાહનમાં વહન કર્યાે હતો.

ત્રણેય સામે જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં ખંભાળિયાની અદાલતે આરોપી પુંજા રાજા, હુસેન ઈબ્રાહીમ, નુરમામદ હાજી હિંગોરાને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh