Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા ત્રણ ઝડપાયાઃ બેના નામ ખૂલ્યા

ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ, ફિનાઈલ, સ્પીરીટ, નકલી સ્ટીકર સહિતનો આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના કનસુમરા નજીક ખાનગી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં એક બંધ પડેલા ગોડાઉનમાં ત્રણ શખ્સ નકલી વિદેશી દારૂ બનાવતા ઝડપાઈ ગયા છે. છેલ્લા ત્રણેક મહિનાથી આ શખ્સો સ્પીરીટ, ફિનાઈલ વગેરેનો ઉપયોગ કરી દારૂ જેવો કલર આવે તેવું કેમિકલ ઉમેરી પ્લાસ્ટિકની બોટલ તથા પાઉચમાં દારૂ ભરી તેનું વેચાણ કરતા હતા. આ શખ્સોએ અન્ય બે સાગરિતના પણ નામ આપ્યા છે. સ્થળ પરથી નકલી ૮૦૦ લીટર દારૂ ભરેલા ચાર બેરલ, દારૂ ભરેલી ૫૯ બોટલ, ફિનાઈલની ૧૨૦૦ બોટલ, મોટર, મોબાઈલ મળી રૂ.૮ લાખ ૨૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગર નજીક આવેલા કનસુમરા ગામ પાસેના સાંઢીયા પુલ નજીક એક ખાનગી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર માં આવેલા ગોડાઉનમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમી એલસીબીના બળવંતસિંહ, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી શનિવારે એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલા આર્ય એસ્ટેટ સ્થિત ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં એલસીબી ટીમે તપાસ લેતા ત્યાંથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા જામનગરના સેનાનગર પાછળ યોગેશ્વરધામમાં રહેતો અરૂણ સીતારામ સોની ઉર્ફે કાલી નેપાળી, રામેશ્વરનગરમાં ક્રિષ્ના પાર્ક રહેતો મહિપાલસિંહ આશિષસિંહ રાણા, માટેલ ચોકમાં રહેતો જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા મળી આવ્યા હતા.

આ શખ્સો સ્પીરીટમાં રંગ વાળા પ્રવાહીનું મિશ્રણ કરી નકલી ઈંગ્લીશ દારૂ બનાવી તેમાં કલર ફલેવર ઉમેરતા હતા અને તૈયાર થયેલા પ્રવાહીને બોટલ અને પાઉચમાં ભરી તેનું ઈંગ્લીશ દારૂ તરીકે વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.

એલસીબીએ સ્થળ પરથી સ્પીરીટથી બનાવવામાં આવેલા નલકી ઈંગ્લીશ દારૂની ૫૯ બોટલ, સ્પીરીટ ભરેલા ચાર બેરલ, દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ૪૦ લીટર પ્રવાહી કેમિકલ, દારૂનો રંગ દેખાય તેેવું કરવા માટે રાખવામાં આવેલો પ્રવાહી કેમિકલનો ૧૦ લીટરનો જથ્થો ઉપરાંત ૧૨૦૦ બોટલ ફિનાઈલ અને નકલી દારૂ ભર્યા પછી સીલ કરવા માટે રાખવામાં આવેલું મશીન, તે પ્રવાહીમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે રાખેલું મીટર, પાણીની બે ટાંકી, દારૂ રાખવા માટેના ૨૨૦ બોક્સ, સીલ માટે રાખવામાં આવેલા ૬૬૦૦, ૨૦૦ જેટલી ખાલી બોટલ, દારૂ ભરવા માટે રાખેલા પ્લાસ્ટિકના ૨૫૭૫ પાઉચ, પુઠાની પેટીઓ અને તેના પર લગાવવાના પ્લાસ્ટિકના ૧૦૦ સ્ટીકર ઉપરાંત એક મોટર, ચાર મોબાઈલ સહિતનો રૂ.૮ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

આ શખ્સો સ્પીરીટ, કેમિકલ મિશ્રિત કરીને તેમાં દારૂનો કલર લાવવા માટે પ્રવાહી ભેળવી ઓલ્ડમંક રમ, મેકડોવેલ્સ, બ્લુ જીન, વોડકા, કોન્ટેસા, રોયલ સ્ટગ તથા ઓફિસર્સ ચોઈસ નામની વ્હીસ્કીની કંપનીના નકલી સ્ટીકર, બીકર નામના મશીનનો ઉપયોગ કરી તેનાથી આલ્કોહોલનું પ્રમાણ માપ્યા પછી બોટલમાં તે નકલી દારૂ ભરી, બુચ લગાવી પ્લાસ્ટિકની બોટલ વેચાણમાં મુકતા અને છેલ્લા ત્રણેક મહિનાથી આ ધંધો શરૂ કરી રોજ ૬૦૦ બોટલ દારૂ બનાવતા હોવાનું ખૂલ્યું છે. આ શખ્સોએ પોતાના સાગરિત જામનગરના ગજેન્દ્રસિંહ જાડેજા, રાજસ્થાનના જયપુરના કિશનસિંગ શેખાવતના નામ આપ્યા છે.

ઉપરોક્ત નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાયા પછી ગઈકાલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકારોને વિગત આપી હતી. ત્રણેય આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ કરવામાં આવી છે.

ઝડપાયેલા અરૂણ ઉર્ફે કાલી નેપાળી સામે સિટી સી ડિવિઝન તથા જોડીયામાં દારૂ બંધી ભંગના ચાર ગુન્હા અને મહિપાલસિંહ રાણા સામે જામનગરમાં ચાર તથા જુનાગઢમાં એક ગુન્હો નોંધાયેલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh