Advertisement
Author: નોબત સમાચાર

ભારતનું બંધારણ સર્વાેપરિઃ સંસદ, ન્યાયતંત્ર અને કાર્યપાલિકા પરસ્પર આદર કરેઃ સીજેઆઈ

સંસદ પણ બંધારણના મૂળભૂત માળખાને ન સર્પી શકેઃ બી.આર. ગવઈ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: સંસદ-કાર્યપાલિકા-ન્યાયતંત્ર નહિ બંધારણ જ સર્વોપરી હોવાનું મંતવ્ય વ્યકત કરવા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું છે કે, ત્રણેય સ્તંભોએ મળીને કામ કરવું જોઈએ, સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા હોવા છતાં તે મૂળભૂત સિદ્ધાંતોના માળખાને સ્પર્શી ન શકે.

મુંબઈમાં યોજાયેલા રવિવારે એક કાર્યક્રમમાં સીજેઆઈ બીઆર ગવઈએ કહૃાું કે ન તો ન્યાયતંત્ર, ન કાર્યપાલિકા, ન તો સંસદ સર્વોચ્ચ છે પરંતુ ભારતનું બંધારણ સર્વોચ્ચ છે અને ત્રણેય અંગોએ બંધારણ અનુસાર કામ કરવાનું છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરનારા જસ્ટિસ ગવઈએ અહીં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવા દ્વારા આયોજિત સન્માન સમારોહ અને રાજ્યના વકીલોના સંમેલનને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી.

તેઓએ કહૃાું કે તેઓ ખુશ છે કે દેશ માત્ર મજબૂત બન્યો નથી પરંતુ સામાજિક અને આર્થિક મોરચે પણ વિકાસ પામ્યો છે. સીજેઆઈએ કહૃાું કે ન તો ન્યાયતંત્ર, ન કાર્યપાલિકા  કે ન તો સંસદ સર્વોચ્ચ છે, પરંતુ ભારતનું બંધારણ સર્વોચ્ચ છે અને ત્રણેય અંગોએ બંધારણ અનુસાર કામ કરવું પડશે.

જસ્ટિસ ગવઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશનું માળખાગત માળખું મજબૂત છે અને બંધારણના ત્રણેય સ્તંભ સમાન છે. તેમણે કહૃાું કે બંધારણના તમામ ભાગોએ એકબીજા પ્રત્યે યોગ્ય આદર દર્શાવવો જોઈએ.

આ કાર્યક્રમ દરમિયાન, ન્યાયાધીશ ગવઈ દ્વારા આપવામાં આવેલા ૫૦ નોંધપાત્ર ચુકાદાઓ પર આધારિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા હોવા છતાં તે મૂળભૂત સિદ્ધાંતોના માળખાંને સ્પર્શી ના શકે. બુલડોઝર ન્યાયનો સંદર્ભ આપતાં તેમણે જણાવ્યું હતું કે, આશ્રયનો અધિકાર પણ સર્વોચ્ચ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh