Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે યુવાને પણ જીવતર ટૂંકાવી લીધાઃ
જામનગર તા. ૧૯: જામનગર તાલુકાના સિક્કાના એક યુવાને અકળ કારણથી ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો છે. પતિના નિધન પછી રેસ્ટોરન્ટ ચલાવતા ખંભાળિયાના મહિલાએ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા વ્હોરી છે. કરજામાં આવી ગયેલા જૂના તથીયા ગામના યુવકે વિષપાન કરી જિંદગી ટૂંકાવી છે.
જામનગર તાલુકાના સિક્કાના કારા ભુંગા વિસ્તારમાં વસવાટ કરતા રમેશભાઈ કાનજીભાઈ સોલંકી નામના યુવાને ગઈકાલે સવારે પોતાના રહેણાંકમાં સિમેન્ટના બીમમાં કોઈ અકળ કારણથી દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં ધનજીભાઈ કાનજીભાઈ સોલંકીએ તેઓને સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. સિક્કા પોલીસે અપમૃત્યુ અંંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા શહેરમાં હરસિદ્ધિનગરમાં વસવાટ કરતા રાણીબેન રામભાઈ રૂડાચ (ઉ.વ.૪૪) નામના મહિલાએ શનિવારે રાત્રે પોતાના ઘરમાં છતમાં રહેલા પંખામાં ઓઢણી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું તેમના પુત્ર નવઘણભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
આ મહિલાના પતિનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. ઘરની જવાબદારી આવી પડતા રાણીબેન રેસ્ટોરન્ટ ચલાવતા હતા. તેમાં વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી આર્થિક તંગીના કારણે નાસીપાસ થયેલા રાણીબેને શનિવારે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના જૂના તથીયા ગામમાં રહેતા હેભાભાઈ હમીરભાઈ કરમુર (ઉ.વ.ર૭) નામના યુવાન ખેતી તથા પશુપાલન કરતા હતા. તેઓએ ભેંસના લે-વેચ ના કામમાં વધુ રોકાણ કરી નાખ્યું હતું અને લે-વેચનું કામ બરાબર ચાલતું ન હોવાના કારણે હેભાભાઈ કરજામાં આવી ગયા હતા. તેનાથી કંટાળી જઈ શનિવારે સવારે આ યુવાને કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પરબતભાઈ હમીરભાઈ કરમુરે પોલીસને
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial