Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગહન તપાસ થાય તો ૨૦૦ કરોડની ગોલમાલ બહાર આવે તેવી શકયતા
અમદાવાદ તા. ૧૯: દાહોદ મનરેગા કૌભાંડમાં બચુ ખાબડનો નાનો દીકરો પણ ઝડપાયો છે અને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. હવે ખુદ બચુભાઈ ખાબડ સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે.
દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધતી જઇ રહી છે. પહેલા તેમના મોટા પુત્ર બળવંત ખાબડની અને હવે તેમના નાના પુત્ર કિરણ ખાબડને પણ ઝડપી પાડ્યો છે. વડોદરા-કાલોલ હાઈવે પર પોલીસે તેને વહેલી સવારે ઝડપી પાડ્યો હતો. હાલ તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીનું સાધન બનાવી દીધું હોવાના આરોપ છે. આ જ કૌભાંડમાં થોડા દિવસ પહેલા મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાતા રાજકારણ ગરમાયું હતું. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ-પાણીના બોર, માટી મેટલના રસ્તા બનાવ્યાં વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો-કરોડો સેરવી લીધા હતાં.
એવો આક્ષેપ કરાયો છે કે, મંત્રી બચુ ખાબડે પણ સત્તાનો દુરુપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો. દાહોદ જિલ્લાના બે જ તાલુકામાં રૂ. ૭૧ કરોડનો ભ્રષ્ટાચાર થયાનું કહેવાય છે. જો વધુ તપાસ થાય, તો રૂ. ૨૦૦ કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે. દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના તમામ કામ મંત્રી પુત્રોની એજન્સી શ્રી રાજ ટેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કંપનીને અપાયા હતા. આ બંને એજન્સીઓએ પિતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરી છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિતમાં ફરિયાદ કરાઈ છે., તેથી પંચાયત રાજ્યમંત્રીનું પદ પણ બચુભાઈ ખાબડને ગુમાવવું પડી શકે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial