Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૧ઃ સિક્કાના અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મિટીંગ યોજાઈ હતી જેમાં ટ્રસ્ટ નજીવી ફીથી સારી સુવિધાવાળી કે.જી.થી ધો.૧૨ સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા સિક્કા, જામનગર, વાડીનાર અને સલાયામાં શરૃ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત પ્રૌઢ શિક્ષણ, મજુર વર્ગ તથા નોકરિયાત લોકો માટે રાત્રિ શાળા પણ શરૃ કરાશે. મહિલાઓ પગભર થાય તે માટે સિવણ કલાસ, મહેંદી કલાસ, બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવશે. આઈટીઆઈમાં પ્રવેશ ન મળ્યો હોય તેવા ઓછું ભણેલા લોકોને ઈલે. કોર્ષ, એસી, ફ્રીજ રીપેરીંગ, ફાયર સેફટીસર્વેયર, નર્સીંગ કોર્ષનું પણ આયોજન કરવામાં આવશે.
ટ્રસ્ટના હોદ્દેદારો તરીકે ઇસ્માઈલ હુસેન અલવાણી (પ્રમુખ), અકબરભાઈ જામ (ઉપપ્રમુખ), મહમદ અબરાર ગજીયા (સેકેટરી), ફૈઝાન જામ (જો. સેક્રેટરી), ટ્રસ્ટીઓ તરીકે નરોત્તમભાઈ ઝીલકા, હબીબભાઈ સમા, ઈસ્માઈલભાઈ ભાયાણી, કાસમભાઈ, જુનસ કાસમ કમોરા (ખજાનચી)ની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી. સલાહકાર સમિતિના ચેરમેન તરીકે એમ.ડી. મકવાણા (પ્રમુખ, જિલ્લા આચાર્ય યુનિયન) તથા વનીતાબેન ચારણ વરાયા હતા.
આ કાર્યક્રમમાં ભાજપ મહામંત્રી કુપારપાલસિંહ રાણા, યાસીનભાઈ ગજજણ, ઝરીનાબેન અકબર જામ, જાફર ઈસ્માઈલ ચમડીયા, વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફભાઈ ખફી, પ્રોફે. ડો. નઝમાબેન અંસારી, વનીતાબેન ચારણ, કિરીટભાઈ, ડો. ઝેડ.એ. તેલી, આબીદ અલ્વાણી, હુસેન ભોકલ, અહેમદ સોઢા, અનિલકુમાર, યુસુફભાઈ પરસરા, બહાઉદીન બાપુ, રીઝવાન બાપુ, રશીદ હુસેન ભટ્ટી, મુસ્તાક જામ, ઉમર સોઢા વગેરે હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial