Advertisement
Author: નોબત સમાચાર

એનસીપીમાં બળવાને લઈને થશે સુનાવણીઃ અજીત પવાર જુથ તરફી ચૂકાદાની સંભાવના

શિંદે જુથ તરફી અધ્યક્ષના ચૂકાદા પછી હવે

મુંબઈ તા. ૧૧ઃ શિવસેનામાં ભંગાણ પછી વિધાનસભાના અધ્યક્ષે ગઈકાલે જે ચૂકાદો આપ્યો છે, તે જોતા શરદ પવારનું ટેન્શન વધી ગયું છે, કારણ કે હવે એનસીપીના ભંગાણને લઈને શરૃ થનારી સુનાવણી પછી અજીત પવાર જુથ તરફી ચૂકાદાની સંભાવના વધી ગઈ છે.

લાંબા સમય પછી બુધવારે શિવસેના અને તેના ધારાસભ્યોને લઈને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે ચૂકાદો આપ્યો હતો. આ નિર્ણયથી એકનાથ શિંદે જુથની સરકાર બચી ગઈ છે અને ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે. સ્પીકર રાહુલ નાર્વેકરે ચૂકાદો આપતા કહ્યું હતું કે, 'શિવસેનાના બંધારણના અનુસાર અસલી પાર્ટી એકનાથ શિંદેની જ છે'. તેમણે તેની પાછળ પાર્ટીના બંધારણ, સંગઠનના માળખા અને ધારાસભ્યો-સાંસદોના બહુમતને આધાર ગણાવ્યું. ત્યારપછી હવે ૧૬ જાન્યુઆરીથી એનસીપીમાં બળવાને લઈને સુનાવણી થવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલે ૩૧ તારીખ સુધીમાં ચૂકાદો આવી જશે, પરંતુ શિવસેનાને લઈને આવેલા નિર્ણયે-એનસીપીના શરદ પવારનું પણ ટેન્શન વધારી દીધું છે.

જે આધાર પર શિવસેનાનો અસલી અધિકાર એકનાથ શિંદે જુથનો બતાવાયો. તેને જોતા અજિત પવારને એનસીપીમાં લીડ મળી શકે છે. સ્પીકરનો નિર્ણય જો અજિત પવાર જુથના પક્ષમાં આવ્યો તો લોકસભા ચૂંટણી પહેલા શરદ પવાર એન્ડ ટીમ માટે આ મોટો ઝટકો હશે. શિવસેના પર આવેલા ચૂકાદા પછી શરદ પવારનું નિવેદન પણ જણાવે છે કે, તેઓ ડરેલા છે. તેમણે કહ્યું કે, 'શિંદે જુથના ધારાસભ્યોના ભાષા જણાવી રહી હતી કે તેઓ સુપ્રિમ કોર્ટ તરફથી નક્કી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરે'.

તેમણે કહ્યું કે, 'અમે આ વાતથી ઈનકાર ન કરી શકીએ કે બીજા કિસ્સાઓ પર વિચાર દરમિયાન પણ આ તર્કોને લાગુ નહીં કરવામાં આવે'. તેનાથી સ્પષ્ટ થાય છે કે શરદ પવાર પાર્ટીના ભવિષ્યને લઈને ચિંતામાં છે અને તેમને લાગે છે કે, નિર્ણય અજિત પવારના પક્ષમાં આવી શકે છે, કારણ કે તેમની પાસે ધારાસભ્યોની સંખ્યા વધારે છે. અજિત પવાર જુથનો દાવો છે કે તેમની પાસે એનસીપીના પ૪ માંથી ૪૦ ધારાસભ્ય છે. તેમણે ચૂંટણી પંચમાં પાર્ટીના નામ અને સિમ્બોલ પર દાવો કર્યો છે. એટલું જ નહીં, ચર્ચા છે કે, આવનારા દિવસોમાં કેટલાક વધુ ધારાસભ્યો તેમની સાથે આવી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh