Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં યોજાયેલા નેત્રયજ્ઞમાં ૧પ૦ દર્દીના નિદાન-સહ-સારવારઃ પાંત્રીસ દર્દીઓની આંખની શસ્ત્રક્રિયા

ગિરીરાજ ચેરી. ટ્રસ્ટ સંજય ગોકાણી, રણછોડદાસજી ચેરી. ટ્રસ્ટ-રાજકોટના ઉપક્રમે

રાવલ તા. ૧૧ઃ રાવલમાં એક અનુકરણીય પહેલ હેઠળ અગ્રણીની પુત્રીના જન્મદિનને સાંકળીને સંસ્થાકીય સહયોગથી દાતા પરિવાર દ્વારા નેત્રયજ્ઞ યોજાયો હતો.

રાવલમાં તાજેતરમાં સરકારી હોસ્પિટલમાં રાવલના ગિરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટના રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે દાતા સંજય દામોદરભાઈ ગોકાણીના આર્થિક સહયોગથી યોજાયેલા નેત્રયજ્ઞનો લાભ ૧પ૦ દર્દીઓએ લીધો હતો. જે પૈકી જરૃરતમંદ ૩પ દર્દીઓનું ફેંકો પદ્ધતિથી ટાંકા વગરના મોતિયાના ઓપરેશન કરીને નેત્રમણિ બેસાડવા માટે રાજકોટની સંસ્થાની હોસ્પિટલ લઈ જવાયા હતાં, અતે તેઓને આવવા-જવા તથા ભોજન, ચા-નાસ્તો, દવા વગેરે તમામ વ્યવસ્થાઓ પણ આયોજકો તરફથી કરવામાં આવી હતી.

ગિરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ ગોકાણીએ જણાવ્યું હતું કે, રાવલ તથા આજુબાજુના ગામોના દર્દીઓ માટે ગિરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, અને લોકોને તેમના સ્નેહીજનો સાથે સાંકળીને માનવમેળાના કાર્યો માટે પ્રોત્સાહિત પણ કરે છે.

રાવલના રહીશ વિનુભાઈ ગોકાણીના ભત્રીજા એડવોકેટ સંજય દામોદરભમાઈ ગોકાણીએ પણ આ શ્રેણીમાં પહેલ કરીને તેમના પુત્રી ચિ. પૂર્વીબેન ગોકાણીના જનમદિવસને સાંકળીને આ ત્રીજો નેત્રયજ્ઞ યોજીને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરૃુ પાડ્યું હતું. આ કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયેલા દર્દીઓને ધાબળો તથા ચશ્મા પણ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, ગિરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાવલમાં ઘણાં દાયકાઓથી સર્વરોગ-વિવિધ રોગ નિદાન કેમપો, નેત્રયજ્ઞો તથા રક્તદાન કેમપો વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેમાં ટ્રસ્ટીઓ ઉપરાંત રાવલના સેવાભાવી નાગરિકો અને યુવાનો સતત નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. તે ઉપરાંત રાવલમાં અન્ય સંસ્થાઓ, સમાજો તથા સંગઠનો દ્વારા પણ અનેકવિધ સેવા કાર્યો થતા રહે છે.

રાવલમાં ઘણાં લોક-કલ્યાણના કામો, વિકાસકામો તથા માનવતાવાદી પ્રવૃત્તિઓ અને સેવાકાર્યો માનવતાલક્ષી કાર્યો માટે વિદેશથી એનઆરજી તથા ખાસ કરીને રાવલના વતની વિદેશમાં વસવાટ કરતા દાતા પરિવારો અવિરત દાનની સરવાણી વહેવાતા રહે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh