Advertisement
Author: નોબત સમાચાર

પાંચ આરોપીઓને ગુજરાત લવાયાઃ ગાંધીનગરની ફોરેન્સિક સેલમાં પોલીગ્રાફ ટેસ્ટઃ સત્ય પ્રગટશે ?

સંસદમાં સુરક્ષાની ચૂકનો મામલોઃ

ગાંધીનગર તા. ૧૧ઃ સંસદમાં સુરક્ષાની ચૂકના મામલે પકડાયેલા ૬ માંથી પાંચ આરોપીઓને પોલીગ્રાફ ટેસ્ટ માટે ગુજરાતની ફોરેન્સિક લેબમાં લાવવામાં આવ્યા છે.  ટેસ્ટ આવતીકાલ સુધીમાં પૂરી થયા પછી સત્ય બહાર આવશે તેવી આશા છે.

ગયા મહિને ૧૩ મી ડિસેમ્બરે જુના સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની રર મી વરસીએ જ નવી સંસદમાં ગૃહની ચાલુ કાર્યવાહી દરમિયાન બે યુવકો દર્શકોની ગેલરીમાંથી કૂદી ગયા હતાં અને તમણે સ્મોક બોમ્બ વડે ઉત્પાત મચાવી દીધો હતો. આ ઘટના પછી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસને શંકા છે કે આ ઘટના કોઈ મોટા ષડ્યંત્રનો ભાગ છે ત્યારે આ સંબંધમાં પોલીસે ગુજરાતમાં પાંચ આરોપીઓના પોલીગ્રાફ અને નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર જ સુરક્ષાનો ભંગ કરીને ઉત્પાત મચાવનાર છ આરોપીઓમાંથી પાંચ આરોપીઓને લઈને ગુજરાત પહોંચી છે અને ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરટરીમાં તેમનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લલિત ઝા, મહેશ કુમાવત અને અમોલ શિંદેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહયો છે, જ્યારે સાગર શર્મા અને મનોરંજન ડીના પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો એનાલિસિસ અને બ્રેઈન મેપિંગ કરવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા છે કે શુક્રવાર સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ જશે.

ઉલ્લેખનિય છે કે, પૂછપરછ દરમિયાન લલિતે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે, અસલી માસ્ટરમાઈન્ડ મનોરંજન છે જે ફંડીંગ માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો અને તેમનો ઉદ્દેશ્ય એક મોટું સંગઠન તૈયાર કરવાનો હતો. આ ઉપરાંત સાગર શર્માને બ્રેઈન વોશિંગ અને યુવાનોની ભરતીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જ કારણ છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ મનોરંજન અને સાગર શર્માના બ્રેઈન મેપિંગ અને નાર્કો ટેસ્ટથી સત્ય જાણવા મળે છે. આ પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તમામ આરોપીઓના સાયકો એનાલિસિસ ટેસ્ટ પણ કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh