Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૧ઃ જામનગર તાલુકાના વસઈ ગામે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું હતું.
જામનગર જિલ્લાના વસઈ ગામમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ સરકારી યોજનાઓ નાગરિકોને ઘર આંગણે જ ઉપલબ્ધ થઈ રહી છે. અનેક યોજનાકીય લાભો નાગરિકોને સ્થળ પર જ અપાઈ રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને લોકો મોદીજીની ગેરેંટીવાળી ગાડીના નવા નામથી ઓળખી રહ્યા છે, અને સ્વયં રાજ્ય સરકાર નાગરિકોના ઘર આંગણે આવીને લોકોના હિતની પુચ્છા કરે છે. અનેક નાગરિકોને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. જેનાથી સામાન્ય માણસને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. લાભાર્થીનું સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવે છે અને તેમના બેંક ખાતામાં સહાય નિયમિતરૃપે જમા થઈ જાય છે. દેશના વિકાસમાં સતત વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને તેમાં અનેક નાગરિકો સહભાગી બન્યા છે.
સ્વાગત, દીપ પ્રાગટ્ય પછી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને 'ધરતી કરે પુકારઃ પ્રાકૃતિક કૃષિ' અન્વયે નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ 'મેરી કહાની મેરી જુબાની'માં લાભાર્થીઓએ તેમના અનુભવો વ્યક્ત કર્યા હતાં.
મંચસ્થ મહાનુભાવોના હસ્તે હર ઘર જલ યોજના અંતર્ગ વસઈ ગામ પંચાયતને અભિનંદન પત્ર, સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ ડિજિટલાઈઝેશનનું પ્રમાણપત્ર, આભાકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ વિતરણ, ટીબી હારેગા દેશ જીતેગા જેવી વગેરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વિવિધ વિભાગના માહિતી પૂરી પાડતા સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી અને ફોનનું નિર્દેશન નિંહાળવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જાણકારી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા વિકસિત ભારત-ર૦૪૭ ના સંકલ્પને સાર્થક કરવા માટેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરિદેવ ગઢવી અને આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયાએ કરી હતી.
કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહ, રમેશભાઈ મુંગરા, વિનુભાઈ ભંડેરી, કુમારપાળસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ, અધિકારીઓ, વસઈ ગામના ગ્રામજનો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial