Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈસરોના ચેરમેન એસ.સોમનાથની ઉપસ્થિતિમાં સ્પેસ કોન્ફરન્સઃ સેમિકન્ડકટર-ઈલેકટ્રોનિકસ સેમિનાર
ગાંધીનગર તા. ૧૧ઃ ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાતનો આજે બીજો દિવસ છે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ, ઈસરોના ચેરમેન એસ. સોમનાથ સહિતના મહાનુભાવો જોડાયા છે.
ગાંધીનગર મહાત્મા મંદિરમાં આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ છે. આજે બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આજે કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં હાજરી આપશે. આ સાથે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સેમિનાર થશે. મહત્ત્વનું છે કે, ગઈકાલે વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતાં.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે એટલે કે આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન સહિત વિવિધ મંત્રીઓના કાર્યક્રમો છે, જેમાં આજે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે.
નોંધનિય છે કે, ગઈકાલે વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે જ દેશના ટોચના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં મોટા મુડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ છે. જેમાં આજે સેમી કંડકટર અને ઈલેકટ્રોનિકસ સંદર્ભે સેમિનાર થશે. ટ્રેડ શો માં અશ્વિનિ વૈષ્ણવની ભારતીય રેલવેના પેવેલિયનની મુલાકાત પછી બપોરે ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર શરૃ થયો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ જોડાયા છે.
આજે આંતરરાષ્ટ્રીય સ્પેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું છે. ઈ-વ્હીકલ મેન્યુફેકચરીંગ ચાર્જીંગ અહેડ પર સેમિનાર અને પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટમાં સરબાનંદ સોનોવાલ હાજર રહેશે તથા ભારત કેનેડા બિઝનેસ ઃ ધ વે ફોરવર્ડ ઓર્ગેનાઈઝેશન્સ સેમિનાર યોજાશે.
મહાત્મા મંદિરના અન્ય કાર્યક્રમોમાં સવારે કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સેમિ કંડકટર અને ઈલેકટ્રોનિકસ સંદર્ભે સેમિનાર મુખ્ય હોલમાં યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્પેસ કોન્ફરન્સ ઓન ન્યુ સ્પેસ એવા કનેક્ટિંગ સાયન્સ નેશન એન્ડ સોસાયટી ઈસરોના ચેરમેન એસ. સોમનાથ, પવન ગોએન્કા ચેરમેન ઈન સ્પેસ, સલેમ અલકાબીસી યુએઈ સ્પેસ એજન્સી સેમિનાર હોલમાં યોજાયો છે. જ્યારે પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ સેમિનાર કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આજના કાર્યક્રમોની હાઈલાઈટ્સ જોઈએ તો સ્ટાર્ટ અપ્સ ઃ અસિમિત ક્ષમતાઓને પ્રોત્સાહન, ઈ-કોમર્સ ઃ વ્યવસાય હવે આંગળીના ટેરવે પોર્ટ આધારિત શહેરી વિકાસ ભવિષ્ય માટે કાર્યબળનું નિર્માણ ઃ ઈન્ડસ્ટ્રી ૪.૦ માટે કૌશલ્ય, ટેકનોલોજી દશક તરફ ભારતનું પ્રયાણ ગીફટ સિટી ઃ આધુનિક ભારતની મહત્વાકાંક્ષા, પુનઃ પ્રાપ્ય ઉર્જા ઃ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ, ઈલેકટ્રીક વ્હીકલ મેન્યુફેકચરિંગ ઃ ર૦૪૭ તરફ આગેકૂચ ઉપરાંત ઈન્ટરનેશનલ સ્પેશ કોન્ફરન્સમાં કૌશલ્ય વિકાસ માટે ગ્લોબલ નેટવર્કનો વિકાસ અને સેમિકન્ડકટર્સ અને ઈલેકટ્રોનિકસ સહિતના વિષયોનો સમાવેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial