Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કેન્દ્રનો સંતો-મહંતોના હસ્તે શુભારંભ

ઉદ્ઘાટનની સાથે જ આખા દિવસ માટે હસ્તકલા કારીગરો માટે યોજાયો મેગા કેમ્પઃ જનલક્ષી યોજનાકીય માર્ગદર્શન સાથે સહયોગ

૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ગુરુદ્વારા ચોકડી પાસે કુબેર કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે જનસેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય જામનગરના આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવીપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના પૂ. મહારાજશ્રી, સ્વામી ચત્રભૂજદાસજી, નવતનપુરી ધામના મહંતશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યું હતું. આ સાથે અયોધ્યાથી આવેલા પવિત્ર કળશનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. આજના સમારોહમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો, ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટન સાથે આજે આખા દિવસ માટે હસ્તકલા તથા પરંપરાગત ટ્રેડના કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અંતર્ગત મેગા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રિવાબા જાડેજાએ સૌનું સ્વાગત કરી તેમના જનસેવા કેન્દ્રમાં અરજદારો, લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન-સહકાર મળી રહેશે તેવી વ્યવસ્થા સુવિધાની વિગતો રજૂ કરી હતી. ઉપસ્થિત સંતો-મહંતોએ રિવાબાના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી આશીર્વચન આપ્યા હતાં. સમારોહનું સંચાલન બિમલ ઓઝાએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh