Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં ઈન્ટર જીએસઈસીએલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

તમામ વિજેતાઓને કંપની તરફથી ટ્રોફી અર્પણ

જામનગર તા. ૧૧ઃ સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં ૧૬ મી ઈન્ટર જીએસઈસીએલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીપીએસ સિક્કા, ટી.પી.એસ. વણાકબોરી, ટી.પી.એસ. પાનધ્રો, ગેસ બીપીએસ ધુવારણ, ગેસ બીપીઅએસ ઉતરાણ., સરદાર સરોવર હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર સ્ટેશન, ટી.પી.એસ. ઉકાઈ સુરેન્દ્રનગર પંપીંગ સ્ટેશન, કોર્પોરેટર ઓફિસ વડોદરા, ટી.પી.એસ. ગાંધીનગરના ખેલાડીઓ રમવા આવ્યા હતાં.  કાર્યક્રમમાં સિકકાના મુખ્ય ઈજનેર એ.એન. પટેલ, વિશેષ મુખ્ય ઈજનેર એચ.ડી. મુંધવા, અધિક્ષક ઈજનેર બી.જી. ચૌધરી, આર.એન. પટેલ, એન.આર.પટેલ, ડી.જી.એમ. કે.બી. સોલંકી, કન્ટ્રોલ ઓફ એકાઉન્ટસ પી.જી. બાવીસી, ચીફ રેંફરી રાઠોડ, ડોકટર તન્મય રાદડિયા, તથા કલબ સેક્રેટરી મુકેશભાઈ દાણીધારિયાએ દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. સિક્કાના મુખ્ય ઈજનેર એ.એન.પટેલ દ્વારા ઉપસ્થિત તમામ ટી.ટી. ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને મંચસ્થ મહાનુભાવો દ્વારા ટુર્નામેન્ટ રમી અને ખુલ્લી મુકવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રીક્રીએશનની સમગ્ર ટીમ વી.આર. તળવિયા, બી.આર. પરમાર, બી.આઈ. ગઢવી, ડી.એન.નકુમ, વી.એચ. રાજ્યગુરૃ, વાય.બી. જાડેજા, વી.આર. અસ્વાર, વી.એમ. જાડેજા, એમ.યુ. કંચવા, એ.વી. સોલંકી, સી.જે. રાણા તથા અન્ય સ્વૈચ્છિક સભ્યો તરીકે ટી.એમ. ઠાકરીયા,  ડી.જી. બારડ, ડી.એમ.ઝાલા, એચ.એમ અંસારી, પી.જેઠવા, આર.આર. મહેતા, એ.જી. પંડ્યા, આર.એન. જાડેજા, જે.ડી. પંડિયા, જે.જી.બૂચ અને એ. જોશી તથા પ્રવિણભાઈ કારાએ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.

ટુર્નામેટની ફાઈનલમાં મેન્સ ડબલમાં ગાંધીનગર ટી.પી.એસ. ના રાકેશ પંચોલી અને અજીત રાઠોડ વિજેતા થયા હતાં. તથા વણાકબોરી ટી.પી.એસ.ના પી.જે.નકુમ અને એન.જે. પરમાર રનર્સઅપ રહ્યા હતાં. મેન્સ સિંગલ્સમાં ઉતરાણ જી.પીએસ.ના સી.જી. કંથારિયા વિજેતા થયા હતાં. ગાંધીનગર ટી.પી.એસ.ના અજીત રાઠોડ રનર્સઅપ રહ્યા હતાં. વિમેન્સ ડબલમાં ઉતરાણ જી.બીપીએસ.ના કે.કે. શિન્દે અને એન.એસ. ઠાકોર વિનર તથા સિક્કા ટી.પી.એસ.ના એન.એન. ભંડેરી અને શિલ્પી શ્રીવાસ્તવ રનર્સઅપ રહ્યા હતાં. વિમેન્સ સિંગલ્સમાં ગાંધીનગરના જેનેટ કિસટન વિનર થયા હતો. તથા વણાકબોરી ટી.પી.એસ.ના શેફાલી પરીખ રનર્સઅપ રહ્યા હતાં. તમામ વિજેતાઓને કંપની તરફથી ટ્રોફી અર્પણ કરવામાં આવી હોવાનું એન.ડી. ત્રિવેદીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh