Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં રામલાલભાઈ પરીખ દ્વારા સ્થપાયેલ ભારતીય સમુદાય શિક્ષણ સંઘ અમદાવાદ દ્વારા એની ઈ.પી. ર૦ર૦ અંતર્ગત શિક્ષકોની કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે રાજેન્દ્રભાઈ ચોટલીયાએ નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં શિક્ષકોની ભૂમિકા શું હશે ? અને શિક્ષકો પાસે શું અપેક્ષા છે તે અંગે સહુને સજ્જ કર્યા હતાં.
આ કાર્યશાળા દરમિયાન શિક્ષકોને પણ વિવિધ જૂથોમાં વિભાજિત કરી અને ચર્ચા અને ચિંતન દ્વારા વિવિધ મુદ્દાઓ પર નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો. આ તકે ભારતીય શિક્ષણ સમુદાયના સુત્રધારો દિપેશભાઈ બક્ષી તેમજ વિમલાબેન, સંસ્થાના ટ્રસ્ટી આશરભાઈ તેમજ મહા વિદ્યાલયના આચાર્ય ડો. રૃપલબેન માંકડે પણ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિવિધ શાળાઓના પ૦ શિક્ષક તેમજ બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial