Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુંઃ
જામનગર તા. ૧૭ઃ ખંભાળિયાના ગોલણશેરડીમાં રહેતા એક ગઢવી યુવાને પોતાના પત્ની પિયરથી પરત આવતા ન હોય અને આ યુવાન સામે પોલીસમાં અરજી કરાઈ હોય તેના કારણે માઠું લાગી આવતા અગનપછેડી ઓઢી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે.
ખંભાળિયા તાલુકાના ગોલરશેરડી ગામમાં રહેતા ગગુભાઈ મેઘાભાઈ સઠીયા નામના ત્રીસ વર્ષના ગઢવી યુવાને ગઈ તા.૪ની સાંજે ભાડથર ગામમાં ખાટલાધાર વાડી વિસ્તારમાં જઈ પોતાના શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી લઈ દીવાસળી ચાંપી લીધી હતી.
જોતજોતામાં સળગી ઉઠેલા અને ગંભીર રીતે દાઝી ગયેલા ગગુભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું બેસતા વર્ષના દિને મૃત્યુ નિપજ્યું છે. ફોગાભાઈ મેઘાભાઈ સઠીયાએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા પોલીસે મૃતકના મોટાભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગગુભાઈને તેમના પત્ની માછુબેન સાથે અગાઉ ઝઘડો થયો હતો. તે પછી માછુબેન પોતાના પિયર ચાલ્યા ગયા હતા. જ્યાંથી આ મહિલાએ પતિ સામે પોલીસમાં અરજી કરી હતી. જેની જાણ થતાં ગગુભાઈએ પત્નીને ઘેર પરત આવી જવા કહ્યું હતું પરંતુ માછુબેન નહીં માનતા માઠું લાગી આવવાથી ગગુભાઈએ આત્મહત્યા વ્હોરી છે. પોલીસે તેના પરથી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial