Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૬ દિવસથી સતત ચાલી રહ્યું છે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનઃ અમેરિકન ઓગન મશીનથી ડ્રીલીંગ શરૃઃ
નવી દિલ્હી તા. ૧૭ઃ ઉત્તર કાશીના યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધિન સુરંગ દુર્ઘટનામાં ૪૦ શ્રમિકો ફસાયા છે, અને ૬ દિ'થી રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ માટે વિદેશોથી સહાય લેવી પડી છે. પીએમઓના સતત માર્ગદર્શન હેઠળ રાત-દિવસ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ફયારા અને દાંડલગાંવ વચ્ચે નિર્માણાધિન સુરંગમાં થયેલા અકસ્માતમાં લગભગ ૪૦ મજૂરો ફસાયા છે. મોતના મુખમાંથી મજૂરોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન આજે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. ડ્રીલીંગ માટે વિદેશોથી સહાય લેવામાં આવી છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૦ મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનનો આજે છઠ્ઠો દિવસ છે. અમેરિકન જેક અને પુશ અર્થ ઓગર મશીનથી ડ્રીલીંગનું કામ શરૃ કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજ સુધીમાં ૧ર મિટર પાઈપ ડ્રીલ કરીને કાટમાળમાં નાખવામાં આવી હતી.
મોડી રાત સુધીમાં કાટમાળ નીચે ૧૮ મીટર પાઈપ નાખવામાં આવી હતી. આ મશીન એક કલાકમાં પાંચથી છ મીટરનું ડ્રીલીંગ કરે છે, પરંતુ પાઈપ વેલ્ડીંગ અને યોગ્ય ગોઠવણીમાં લગભગ એકથી બે કલાકનો સમય લાગે છે. ગત્ મંગળવારે સુરંગની અંદર ફસાયેલા ૪૦મજૂરોને બચાવવા માટે દેહરાદૂનથી ઓગર મશીન મંગાવવામાં આવ્યું હતું, પરંતુ ક્ષમતા ઓછી હોવાને કારણે મંગળવારે મોડી રાત્રે તેને દૂર કરવામાં આવી હતી, જે પછી દિલ્હીથી રપ ટન વજનનું અત્યાધુનિક ઓગર મશીન મંગાવવામાં આવ્યું છે. જેના માલસામાનને બુધવારે સેનાના ત્રણ હર્કયુલસ એરક્રાફ્ટ દ્વારા ચિન્ચાલીસૌર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.
યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે છેલ્લા ચાર દિવસથી તેની અંદર ફસાયેલા ૪૦ કામદારોને બચાવવા માટે દિલ્હીથી લાવવામાં આવેલા ભારે અમેરિકન ઓગર મશીન સાથે ગુરુવારે ડ્રીલીંગ શરૃ થયું હતું. ડ્રીલીંગ પછી મોટા વ્યાસની સ્ટીલ પાઈપમાંથી 'એસ્કેક ટનલ' તૈયાર કરવામાં આવી રહી છે.
ઓગર મશીનથી ડ્રીલીંગની કામગીરી શરૃ કરાઈ હતી, પરંતુ સાંજ સુધી કાટમાળના માત્ર દોઢથી બે પાઈપ નાખી શકાઈ હતી. અલાઈનમેન્ટની ખાસ કાળજી લેવાના કારણે પાઈપોના વેલ્ડીંગમાં એકથી દોઢ કલાકનો સમય લાગી રહ્યો છે. ટનલમાં લગભગ ૬૦ થી ૭૦ મીટર સુધી કાટમાળ ફેલાયેલો છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બચાવ કાર્યમાં હજુ એકથી બે દિવસનો સમય લાગી શકે છે.
મંગળવારે મોડી રાત્રે સુરંગની અંદર એક મજુરની તબિયત લથડવા લાગી હતી. કામદારને ચક્કર અને ઉલટી થઈ રહી હોવાની માહિતી મળતા બાકીના કામદારો ડરી ગયા હતાં. ત્યારપછી ડોક્ટરોની સલાહ પર મજૂરને પાઈપ દ્વારા દવા મોકલવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial