Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદથી ઓખા સહિત પંદર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોની ૪૫ ટ્રીપઃ ૨૩૯ વધારાના કોચ

પ્લેટફોર્મ ટિકિટ બંધઃ તહેવારોમાં ભીડને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો

અમદાવાદ તા. ૧૭ઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા અમદાવાદથી ૧પ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોની ૪૫ વધારાની ટ્રીપ દોડાવાઈ રહી છે. જેમાં અમદાવાદ-ઓખાનો પણ સમાવેશ થાય છે. પાંચ ટ્રેનોમાં ૧ર૯ જેટલા વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે.

દિવાળીના તહેવારોની સિઝનને ધ્યાને રાખી અને મુસાફરો પોતાના વતન અને ફરવા જવા માટે પણ ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. તો બીજી તરફ તહેવારના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ રેલવે દ્વારા છઠ્ઠ પૂજા પર બિહાનર અને ઉત્તર પ્રદેશના મુસાફરોના ધસારાને પહોંચી વળવા ખાસ તૈયારીઓ કરાઈ છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી વિવિધ સ્થળોએ ૧પ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની ૪પ ટ્રીપ ચલાવાઈ રહી છે. જેમાં અમદાવાદ-પટના, અમદાવાદ-ઓખા, અમદાવાદ-તિરૃચિરાપલ્લી, અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ, અમદાવાદ-આગ્રા કેન્ટ, ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ, સાબરમતી-દાનાપુર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા, અમદાવાદ-કટિહાર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-દરભંગા અને અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પાંચ જોડી ટ્રેનોમાં ૧૩૯ વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં ત્રણ વધારાના યુટીએસ કાઉન્ટર, સાબરમતીમાં ર, ગાંધીધામ અને અસારવા સ્ટેશન પર ૧-૧ કાઉન્ટર ખોલાયા છે. ભીડને નિયંત્રણમાં લેવા અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર મોટી સંખ્યામાં સ્ટાફ પણ તૈનાત કરાયો છે. ઉપરાંત મુસાફરોને પણ તમામ સુવિધા મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આરપીએફ અને જીઆરપી જવાનોને એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ અને પ્લેટફોર્મ પર ભીડને કાબુમાં રાખવા તૈનાત કરાયા છે. ઉપરાંત તમામ ટ્રેનોના દરેક કોચના ગેટ પર પણ જવાનોને તૈનાત કરાયા છે. ઉપરાંત સ્ટેશન પર ભારે ભીડને રોકવા પ્લેટફોર્મ ટિકિટનું વેંચાણ પણ બંધ કરાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh