Advertisement
Author: નોબત સમાચાર

હીટરમાંથી વીજ આંચકો લાગતા યુવતીનું મૃત્યુઃ આઘાતમાં મંગેતરનો પણ ગળાફાંસો

નગરના યોગેશ્વરધામનો કોળી પરિવાર સ્તબ્ધઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરની યોગેશ્વરધામ સોસાયટીમાં સાસરે આવેલા એક યુવતીનું પાણી ગરમ કરવાના હીટરમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. તેની જાણ થતાં આ યુવતીના મંગેતરે ગળાફાંસો ખાઈ લઈ ભાવી જીવનસાથીની પાછળ જ અનંતની વાટ પકડતા અરેરાટી પ્રસરી ગઈ છે.

જામનગર નજીક હાપામાં આવેલી યોગેશ્વરધામ સોસાયટીની શેરી નં.૩માં રહેતા વિક્રમભાઈ રાઠોડ સાથે થોડા વખત પહેલા મોરબી જિલ્લાના હળવદ ગામના પરસોત્તમભાઈ વાલજીભાઈ ઠાકોરની પુત્રી હર્ષિતાબેનનું વેવિશાળ થયું હતું.

તે પછી સાસરે આવેલા હર્ષિતાબેન (ઉ.વ.ર૮) બેસતા વર્ષની સવારે સાડા સાતેક વાગ્યે ન્હાવા માટે બાથરૃમમાં જતા હતા ત્યારે તેઓએ પાણી ગરમ કરવા માટે હીટર ચાલુ કર્યું હતું. આ વેળાએ હર્ષિતાબેનને હાથમાં જોરદાર વીજ આંચકો લાગતા તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેણીના પિતા પરસોત્તમભાઈ વાલજીભાઈ ઠાકોરે પોલીસને જાણ કરી છે.

આ બાબતની જાણ થતાં હર્ષિતાબેનના મંગેતર વિક્રમભાઈ ગાંડાલાલ રાઠોડ (ઉ.વ.૩૦)ને થતાં આ યુવાન આઘાતમાં સરી પડ્યા હતા. તેઓએ દોડીને પોતાના ઘરમાં ગયા પછી ઓરડામાં જઈ બારણું અંદરથી બંધ કરી ઓરડામાં રહેલા પંખામાં ચાદર વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને દોડીને રૃમમાં જતા જોઈ કંઈ અઘટિત બની રહ્યું છે તેમ સમજી તેમના પરિવારજનો દોડ્યા હતા. એટલા સમયમાં વિક્રમભાઈએ પંખામાં ચાદર વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. બારણંુ ખોલાવી જ્યારે આ યુવાનના ભાઈ અક્ષય રાઠોડ અંદર પહોંચ્યા ત્યારે તેઓએ વિક્રમભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા.

આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તે યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે અક્ષય રાઠોડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh