Advertisement
Author: નોબત સમાચાર

બેંકોમાં તા. ૪ થી ૧૧ ડિસેમ્બર સુધી પ્રથમ વખત બેંકવાઈઝ હડતાલ

હડતાલના કારણે જુદી જુદી બેંકો જુદી જુદી તારીખે બંધ રહેશેઃ

નવી દિલ્હી તા. ૧૭ઃ આગામી તા. ૪ થી ૧૧ ડિસેમ્બર સુધી બેંકોમાં હડતાલ પડવાની છે. પહેલીવાર બેંકવાઈઝ હડતાલ પડશે, જેથી બેન્કીંગ કામકાજ વધુ પ્રભાવિત થશે.

ડિસેમ્બર મહિનામાં બેન્કીંગ સંબંધિત કામ વધુ પ્રભાવિત થઈ શકે છે. વાસ્તવમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન એ ૪ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી હડતાલની જાહેરાત કરી છે. દેશભરની જાહેર અને ખાનગી બન્ને બેંકો હડતાલથી પ્રભાવિત થઈ શકે છે. એસો. દ્વારા જારી કરાયેલા નોટીફિકેશન મુજબ ડિસેમ્બરમાં ૬ દિવસની હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે.

બેંક કર્મ્ચારીઓની કેટલીક માંગણીઓ છે. જેમાં બેન્કીંગ ક્ષેત્રમાં કાયમી નોકરીઓનું આઉટસોર્સિંગ અટકાવવા ઉપરાંત તમામ બેંકોમાં 'એવોર્ડ સ્ટાફ'ની પર્યાપ્ત ભરતી સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. એઆઈબીઈએના સેક્રેટરી જનરલ સીએચ. વેંકટચલમે અગાઉ કહ્યું હતુંકે, કેટલીક બેંકો દ્વારા નોકરીઓનું આઉટસોર્સિંગ ગ્રાહકોની ગોપનિયતા અને તેમના નાણાને જોખમમાં મૂકે છે ઉપરાંત પાયાના સ્તરે ભરતીમાં ઘટાડો કરે છે. કેટલીક બેંકો ઔદ્યોગિક વિવાદ (સુધારા) કાયદાનું પણ ઉલ્લંઘન કરી રહી છે. આ હડતાલથી દેશભરની બેન્કીંગ સેવાઓ ખોરવાઈ જવાની શક્યતા છે. આ સમયગાળા દરિયાન ઘણી શાખાઓમાં સ્ટાફની ગેરહાજરીને કારણે ગ્રાહકોને વિવિધ બેન્કીંગ સેવાઓનો ઉપયોગ કરવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.

૪ ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ એન્ડ સિંઘ બેંકમાં હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે, તેવી જ રીતે તા. પ ડિસેમ્બરે બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈનડિયા, ૬ ડિસેમ્બરે કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ૭ ડિસેમ્બરે ઈન્ડિયન બેંક અને યુકો બેંક, ૮ ડિસેમ્બરે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં હડતાલ પડશે અને ૧૧ ડિસેમ્બરે ખાનગી બેંકો પણ હડતાલમાં જોડાશે, તેમ જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh